સમગ્ર ભારત દેશમાં સૌથી અમીર અને ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના પરીવાર અને મિત્રો ને જીવનમાં ખુબ મહત્વ આપે છે અને એમના પર પ્રેમ વરસાવવામા ક્યારેય પાછી પાની નથી કરતા તેઓ પોતાના વફાદાર કર્મચારીઓ પ્રત્યે પણ ખૂબ સારી ભાવના રાખે છે અને તેમના જીવનમાં હંમેશા મદદરૂપ બને છે આ વચ્ચે એક એવો જ મુકેશ અંબાણીની.
નેકદિલીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાની કંપનીમાં કામ કરતાં એક કર્મચારીને એક મકાન કે એક બંગલો નહીં પરંતુ 22 માળની બિલ્ડીંગ ગિફ્ટ કરી છે જેની કિંમત 1500 કરોડ છે એ આલીશાન બિલ્ડીંગ માં તમામ એસો આરામ ની સુવિધાઓ ઉપલબ્ધ છે મુકેશ અંબાણીએ આ ગિફ્ટ પોતાના રાઈટ હેન્ડ ગણાતા મનોજ મોદીને આપી છે.
મનોજ મોદી અંબાણી પરિવારથી ખૂબ નજીકના સંબંધો ધરાવે છે તેઓ મુકેશ અંબાણી ના કોલેજ ના મિત્ર છે રીલાયન્સ ઇન્ડસ્ટ્રી બોર્ડ માં ખુબ મહત્વ નું સ્થાન ધરાવતા મનોજ મોદી નો રીલાયન્સ જીઓ ને લોચં કરવામાં અને મુકેશ અંબાણી ના બિઝનેસ ને આગળ વધારવા મા ખુબ મોટો ફાળો છે.
તેમની સુઝબુઝ અને વફાદારી ના પગલે મુકેશ અંબાણી તેમની ખુબ ઈજ્જત કરે છે મુકેશ અંબાણી એ ગિફ્ટ આપેલ આ બિલ્ડીંગ સૌથી મોંઘા વિસ્તારમાં નેનેપ્સી રોડ પર આવેલ છે જે 22 માળની બિલ્ડીંગ નું નામ કિસ્ટનેડ વૃંદાવન છે જેનો દરેક માળ આઠ હજાર સ્ક્વેર ફુટ નો છે આખી ઈમારતની 1.7 લાખ સ્ક્વેર ફુટ જગ્યા થાય છે.
જે ઈમારત ના ધાબા પર ઈનફાઈનાઈટ સ્વિમિંગ પૂલ બનાવેલો છે જે સાગર સાથે મળતો હોય તેવું પ્રતિત થાય છે 19 અને 21 માં માળે પેન્ટ હાઉસ બનાવેલું છે એક પુજાનો રુમ મેડીકલ રુમ ઓફીસ રુમ સાથે થિયેટર રુમ પણ બનાવેલો છે જે માં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે મોદી પરિવારની સિક્યુરિટી માટે.
અંદાજે 175 લોકોનો સ્ટાફ છે જેમાં વર્લ્ડ ક્લાસ શેફ બટલર અને મેનેજર સામેલ છે સૂત્રોના જણાવ્યા મુજબ આ ઈમારતને સુરક્ષિત રાખવા માટે હાઈટેક સિક્યોરિટી સિસ્ટમ લગાવવામાં આવી છે જેને ઈઝરાયેલ સ્થિત એક કંપનીએ ડિઝાઈન કરેલી છે આ બિલ્ડીંગ માં મનોજ મોદી તેમના પરિવાર.
સાથે રહેશે જેમાં 16માં 17માં અને 18માં માળ પર તેમની મોટી દીકરી ખુશ્બુ પોદ્દાર તેના પતિ રાજીવ પોદ્દાર તથા સસરા અરવિંદ પોદાર અને સાસુ વિજયલક્ષ્મી પોદ્દાર સાથે રહેશે આ આલીશાન અને ભવ્ય બિલ્ડીંગ મનોજ મોદીની અંબાણી પરીવાર સાથેની વફાદારી કાર્યશૈલી અને નિષ્ઠા નું પ્રતિક છે.