Cli

ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર! ચોમાસુ એક જ જગ્યાએ અટવાયું?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું દેવાંશી અને આખા એનાલિસીિસને જો એકદમ સંક્ષિપ્તમાં એક જ લાઈનમાં કહી દેવાનું કોઈ મને કહે તો એટલું જ કહીશ કે જો તમારી પાસે 20 25 દિવસ સુધી ચાલે એટલા પાણીની એટલે પિયતની સગવડ ન હોય તો વાવણી હમણાં કરતા નહીં કેમ કે ચોમાસુ જે નબળું પડેલું હતું એ હજી અટવાયેલું છે. જે સંભાવનાઓ હતી કે આજના દિવસે તો એ પહોંચવું જોઈતું હતું 15 જૂનની આજુબાજુ ગુજરાતમાં પ્રવેશ કરવું જોઈતું હતું પ્રી મોન્સુન એક્ટિવિટીસ પણ થતી નથી દેખાઈ રહી અને એટલે જે ગતિવિધિઓ છે એને પ્રી મોન્સુનની સરસ મજાની એક્ટિવિટીસમાં પણ ન ગણી શકાય કે એના નિયમો છે ધારાધોરણો નક્કી કરેલા છે કે આ ચોક્કસ સ્પીડથી પવન ફૂંકાવવો જોઈએ છૂટા છવાયા આટલા ઝાપટા પડવા જોઈએ આ પ્રકારનું વરસાદી વાતાવરણ રહેવું જોઈએ

એવું નથી દેખાઈ રહ્યું ગરમી ઉકણામણ એ પ્રકારની સ્થિતિ છે હજી આમ સરસ વાદળ છાયું વાતાવરણ હોય એ પ્રકારની સ્થિતિ પણ નથી દેખાતી આ જે રેડ કલરની લાઈન છે એ નોર્મલ મોન્સુન કે આ રીતે ચોમાસું પ્રોગ્રેસ કરવું જોઈએ આગળ વધવું જોઈએ અને આ બ્લ્યુ કલરની લાઈન છે એ સ્થિતિ બતાવે છે કે આ ક્યાં છે આ મોનસૂનઆઠ તારીખે જ્યાં ચોમાસાની સિસ્ટમ હતી અરબી સમુદ્રમાંથી આવેલી 15 તારીખે ત્યાંની ત્યાં જ છે ચોમાસું આગળ નથી વધ્યું અને ઉપરથી સિસ્ટમ નબળી પડી રહી છે સિસ્ટમ જ્યારે નબળી પડે ત્યારે એને આગળ વધવા માટે બળની જરૂર પડે કોઈક સરસ મજાની સિસ્ટમ બની જાય અને પછી એ ચોમાસાની બનેલી સિસ્ટમને ધક્કો મારીને આગળ લઈ જાય તો સ્થિતિ બહુ અલગ છે એ પણ બનતા દેખાઈ નથી રહી ને એટલે જ આ સૌથી પહેલા હું આઈએમડીની વેબસાઈટ પરથી તમારે જાતે બહુ વિસ્તારથી જોવું હોય તો તમે અહીંયા વીક બાય વીક રેનફોલ એક્ટિવિટીઝ અને બાકી શું છે ને કયા રાજ્યમાં વરસાદ પડ્યો ક્યાં પડ્યો જોઈ શકશો

પણ હાલની સ્થિતિ એ છે કે હજી ચોમાસું મુંબઈ પણ નથી પહોંચ્યું મુંબઈ પહોંચે પછી આપણે એવું કહીએ કે એના આઠવાડિયા પછી આપણે ત્યાં પહોંચશે આમ તો વાવણીને થોડો સમય છે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હજી થોડા દિવસ પછી મોટાભાગે ખેડૂતો વાવણી કરતા હોય છે પણ જ્યાં સુધી તમને ચોમાસામાં પ્રોગ્રેસ ન દેખાય ત્યાં સુધી ખેડૂતોને આમ તો સૌથી વધારે ખબર પડી જતી હોય છે પણ છતાંય હવામાનની અપડેટ એવું કહી રહી છે કે 8 તારીખથી જે આ ચોમાસું છે એ જગ્યાએ છે 8 થી 15 જૂન સુધીની આ સ્થિતિ છે 15 જૂને અપેક્ષિત રીતે ગુજરાતમાં પ્રવેશ કરવો જોઈતો હતો 20 જૂનની આજુબાજુ ગુજરાતના દક્ષિણના પટ્ટામાં સૌરાષ્ટ્રના મોટા હિસ્સામાં વરસાદ પડે અને 25 જૂનમાં આગળ પણ ચોમાસુ વધે અને 30 જૂન સુધીમાં તો આખું ગુજરાત કવર થઈ જાય હવે હવામાન વિભાગ એને જે પોતાની જૂની આગાહી હતી એને પણ ફેરવી છે અને બહુ જ સ્વાભાવિક છે કે સ્થિતિ આ હોય ત્યારે શું થઈ શકે ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો ચોમાસાની સિસ્ટમ વધારે નબળી પડેલી દેખાય છે મહારાષ્ટ્ર મુંબઈ બાકીના વિસ્તારોમાં શું સ્થિતિ છે વિંડીનું મોડલ શું કહી રહ્યું છે આ ઓલ ઓવર તમે આજે રેન વરસાદ ક્યાં ક્યાં ફેલાયેલો છે એ તમને દેખાતો હશે અને આપણે એને ઝૂમ કરીને આપણે જ્યાં ફોકસ છે

ત્યાં પણ જોઈએ તો આજની તારીખે 15 તારીખે પણ આ જ પ્રકારની સ્થિતિ છે ચોમાસાની ચોમાસું કશું આગળ પ્રોગ્રેસ કરેલું કે પછી વધેલું કે બહુ વરસાદ હોય મહારાષ્ટ્રમાં પણ બહુ વધારે વરસાદ હોય એ પ્રકારની સ્થિતિ દેખાતી નથી મંગળવારે પણ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય એ પણ નથી દેખાતું છૂટો છવાયો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ હોય એવો વરસાદ મુંબઈમાં છે આ સમય એવો છે કે જ્યારે હવામાન વિભાગ જે નોર્મલ મોન્સૂન પ્રેડિક્ટ કરે એ પ્રમાણે વરસાદ આવી જવો જોઈતો હતો આ સુપર અલનીનોની બહુ જ મોટી સુપર અસર દેખાઈ રહી છે વાવણી લાયક વરસાદ હજી બહુ દૂરની વાત છે 17 18 તારીખની આજુબાજુ વરસાદ થોડો આવતો અને એના પછી ફરીથી સિસ્ટમ આવે અને જતી રહે એ પ્રકારની સ્થિતિ છેસાત તત્ય સાથે આખા ગુજરાતમાં ક્યાંય વરસાદ દેખાય કે ચોમાસુ પ્રોગ્રેસ કરતું હોય એવું દેખાઈ નથી રહ્યું 18 તારીખ પછી આ જે પવનો છે

એ વરસાદને આગળ પહોંચાડે તો કદાચ 19 20 તારીખની આજુબાજુ મુંબઈની આજુબાજુ ચોમાસુ પહોંચે એટલે સંભવતા 20 થી 25 તારીખની વચ્ચે જે ચોમાસુ છે એટલે 20 તારીખ પછી વરસાદ વધવાની શરૂઆત થશે 25 તારીખની આજુબાજુ એ મુંબઈમાં વરસાદ આવશે સારો એવો અને એના એકાદ અઠવાડિયા પછી એટલે 30 તારીખની આજુબાજુ ગુજરાત ગુજરાતમાં વરસાદ પડી શકે અને એ ધીરે ધીરે સાર્વત્રિક ફેલાય એવી સંભાવનાઓ છે પણ બધું જો અને તોના ગણિત પર આધારિત છે ગુજરાતના દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પ્રી મોન્સુન એક્ટિવિટીઝ એ બધી સંભાવનાઓ છે બાકી 30 જૂન સુધી વરસાદની સંભાવનાઓ બહુ વિશેષ રૂપે દેખાઈ નથી રહી અને અંતે તો આપણે તો સંસ્કૃતિમાં એવું માનીએ છીએ કે ઈશ્વર ઈચ્છા બલીય હસી પ્રાર્થનાઓમાં બહુ મોટું જોર છે અને વરસાદને તાણીને ખેંચીને લાવે તો વિષય અલગ છે બાકી સુપર અલનીનોનું ઘેરાતું સંકટ અને નબળું પડેલું ચોમાસું કહી રહ્યું છે કે આપણું ચોમાસું આસપાસ નથી નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *