બોલિવુડમાં કોન્ટ્રોવર્સી એ કોઈ નવી વાત નથી. દર બે દિવસે અહી કોઈ ને કોઈ કોન્ટ્રોવર્સી ઊભી થતી જ હોય છે ક્યારેક કોઈના કપડાને લઈને તો ક્યારેક કોઈના જીવન ને લઈને બોલીવુડ ચર્ચામાં રહેતું હોય છે.
હાલમાં આ જ બોલિવૂડમાંથી સિંગર મિકા સિંહની ફેક વાઇફ આકાંક્ષા પૂરી વિશે ખબર સામે આવી છે આકાંક્ષા પૂરી કે જે મિકા કી વોટી શો એટલે કે મિકાના સ્વયંવરને કારણે ચર્ચામાં આવી હતી. જેને શૉ માં મિકાની જૂની દોસ્ત હોવાના દાવા સાથે મિકા સાથે લગ્ન કર્યા હતા તે હાલમાં બિગબોસના ઓનલાઈન શોમાં જોવા મળી રહી છે.
જો કે બિગબોસમાં આવતા જ આકાંક્ષાએ એવી હરકત કરી છે જે શો મેકર્સ પણ વિચારી નહિ શકે.આકાંક્ષાએ શોના કંટેસ્ટન્ટ જદ હદિદને ફ્રેન્ચ કિસ કરી છે. ખાસ વાત એ છે કે આ કિસ ૩૦ સેકન્ડ જેટલી ચાલી હતી ત્યાં રહેલા બીજા કંટેસ્ટન્ટ આકાંક્ષા અને જદને જોઈ રહ્યા હતા છતાં તે બંનેએ આ હરકત કરી હતી.
જો કે આ કિસ માટે બંનેને શોના કંટેસ્ટન્ટ અવિનાશ સચદેવ તરફથી ચેલેન્જ આપવામાં આવી હતી જે બાદ બંને ભાન ભૂલી એકબીજાને કિસ કરવા લાગ્યા હતા જણાવી દઇએ કે ઓનલાઇન બિગબોસ શોમાં કોઈપણ અશ્લીલ હરકત કરવામાં નહિ આવે તેવો સલમાન ખાને દાવો કર્યો હતો પરંતુ હાલમાં આ શો અશ્લીલતાને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે વાત કરીએ જેદ વિશે તો તે દુબઈના રહેવાસી છે અને પરણિત છે તેમને એક દીકરી પણ છે.