તમે સેનામાં ભર્તી થનારી યુવતીઓ તો ઘણી જોઈ હશે પણ શું ક્યારેય કોઈ અભિનેતાની દીકરીને સેનામાં જોઈ છે?તમે કહેશો અભિનેતાની દીકરી સેનામાં જાય જ નહિ.પોતાના ઘરની સુખ સાહિબી છોડી દેશ માટે લડવાની એનામાં હિંમત જ ન હોય.
પરંતુ આ અશક્ય લાગતી વાતને હાલમાં જ એક ભોજપુરી અભિનેતાની દીકરીએ હકીકત કરી બતાવી છે ભોજપુરી અભિનેતા રવિ કિશન જે એક જાણીતા રાજકીય નેતા પણ છે તેમની દીકરી ઈશિતા હાલમાં સેનામાં જોડાઈ છે થોડા મહિનાઓ પહેલા જ રવિ કિશને દીકરી સેનામાં જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
જે બાદ તેમની દીકરી ઈશિતા સરકારની અગ્નીવિર યોજના અંતર્ગત સેનામાં જોડાશે તેવી માહિતી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી જે બાદ હાલમાં ઈશિતા સેનામાં જોડાઈ ગઈ હોવાની ખબર સામે આવી રહી છે ઈશિતાની આ ખબર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેની બહાદુરીના વખાણ થઈ રહ્યા છે.
અન્ય લોકો સાથે અભિનેતા અનુપમ ખેરે પણ ઈશિતાની આ જીત પર વખાણ કરતા ટ્વિટ કર્યું છે અનુપમ ખેરે લખ્યું કે ઈશિતાના સેનામાં જોડાવાથી હું ખુશી અને ગર્વ અનુભવું છું તેનું આ પગલું અન્ય યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.ઈશિતાની વાત કરીએ તો તે માત્ર ૨૧ વર્ષની છે.
૧૦ફેબ્રુઆરીએ જૌનપુરમાં જન્મેલી ઈશિતાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ઈશિતા એનસીસીમાં કેડેટ રહી ચૂકી છે. ઈશિતાએ વર્ષ ૨૦૨૨માં NCC ADG એવોર્ડ ઓફ એક્સેલન્સ જીત્યો હતો.જણાવી દઈએ કે ઈશિતા સિવાય પણ રવિ કિશનને ત્રણ દીકરી છે જેમાંથી એક બિઝનેસ ક્ષેત્રે તો એક અભિનય ક્ષેત્રે નામ કમાઈ રહી છે.