વિશ્વભરમાં થી સમલૈંગિક સંબંધો ના ઘણા મામલાઓ સામે આવતા રહે છે જેમા એક પુરુષ બીજા પુરુષ સાથે અને સ્ત્રી અન્ય સ્ત્રી સાથે પ્રેમ પણ કરે છે અને લગ્ન કરતી ખબરો પણ સામે આવતી રહે છે જેમ જેમ આધુનિક યુગ આવવા લાગ્યો છે તેમ તેમ આ સંબંધો હવે એક સમયમાં અભિશ્રાપ લાગતા હતા તે હવે આશીર્વાદ બની ચૂક્યા છે.
સમલૈંગિક સંબંધો ને સરકારે પણ મંજુરી આપી દિધી છે જેના કારણે આવા ગે લોકો એકબીજાને પ્રેમ પણ કરી શકે છે અને જાહેર માં લગ્ન કરી જીવન વિતાવી પણ શકે છે આ પ્રકારના લગ્નની દેશભરમાં ચર્ચાઓ થાય છે એવી જ એક લવસ્ટોરી સામે આવી છે જેમાં મયુર પટેલ અને સૌગાત નામના બે યુવાનો એક ડેટીગં એપથી એકબીજા ના મિત્ર બન્યા.
અને ત્યારબાદ બંને ની વચ્ચે પ્રેમ થયો અને તેમને લગ્ન કરી લીધા અને આજે તેઓ બે બાળકોના પિતા પણ છે આ વિશે વાત કરતા હ્યુમન્સ ઓફ બોમ્બેના ઇન્ટરવ્યૂમાં મયંક પટેલે જણાવ્યું હતું કે જ્યારે અમે સૌથી પહેલા ડેટિંગ એપ પર મળ્યા હતા ત્યારે અમને એક સપના જેવું લાગતું હતું પરંતુ કહેવાય છે કે પ્રેમમાં દરેક વસ્તુ મળી જાય છે.
મિડીયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે મયંક અને સૌગાત સાલ 2010 માં એક ડેટીગં એપ થી એકબીજાની સાથે સંપર્કમાં આવ્યા અને ધીમે ધીમે તેઓ તેમાં વાતચીત કરવા લાગ્યા તેવો એક સારા મિત્ર બની ગયા અને ત્યારબાદ તેમને ખુલાસો કર્યો કે તેઓ બંને ગે છે અને ત્યારબાદ તેમને બંને એકબીજાને મળવાનું નક્કી કર્યું મયંક પટેલ.
સૌગાત ને મળવા પહોંચ્યો અને 24 વર્ષની ઉંમરે મંયકે સૌગાત સાથે રહેવાનું નક્કી કર્યું તું એક સાથે રહેવા લાગ્યા જુઓ બંને મળીને રસોઈ કરતા ખરીદી કરતા અને સાથે પાર્ટીમાં જતા હતા જે સમયે સૌગાત ના પિતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો એ સમયે પણ મયંક સૌગાત ની સાથે જ રહ્યો તેમને પોતાના માતા પિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ સમજવા તૈયાર નહોતું.
બંને એ એકબીજાની સાથે જીવન વિતાવવાનું નક્કી કરી ઘરે છોડીને અલગ રહેવા ચાલ્યા ગયા અને એકબીજા સાથે લગ્ન કરી જીવન વિતાવવા લાગ્યા અને સાલ 2020 માં બંને એ પિતા બનવાનુ નક્કી કરી બે બાળકો ને અનાથ આશ્રમ માંથી ખોળે લીધા અને તેઓ આ બાળકોની પરવરીશ કરી રહ્યા છે માતા પિતા અને પરીવાર ને છોડી ને તેઓ એકબીજા ની સાથે પ્રેમ થી રહે છે.
અને સમાજની લોકોની પરવા કર્યા વિના લોકોની સામે પોતાના ગે હોવાનું છુપાવતા નથી મયંક પટેલે જણાવ્યું હતું કે હું એક ગે છું મને કોઈ શરમ કે સંકોચ નથી ઈશ્વરે અમને એવા બનાવ્યા છે તો અમે શું કરી શકીએ અમે માત્ર પ્રેમ કરી શકીએ અને હા હું મારી જિંદગી સૌગાત સાથે વિતાવી ખુબ જ ખુશ છે સૌગાત પણ ખુશ છે તો અન્ય લોકોને શું વાંધો હોઈ શકે.