બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મહાનાયક અમિતાભ બચ્ચનને લઈને ખૂબ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે તેમની પીઠમાં ખુબ ઈજા પહોંચી છે તેમની માંસપેશી ઓ પણ ફાટી ગઈ છે વિશેષ ડોક્ટરની ટીમ તેમનો ઈલાજ કરી રહી છે અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં પ્રોજેક્ટ કે નું શૂટિંગ કરી રહ્યા હતા જે દરમિયાન અમિતાભ બચ્ચનનો.
એક્શન સીન શુટ કરવામાં આવી રહ્યો હતો અને આ દરમિયાન આ ઘટના બની જેમાં અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમની પસલી માં ઈજા પહોંચી છે અને ડાબી બાજુની માંસપેશીઓ ફાટી ગઈ છે આ ઘટના બનતા શૂટિંગ મૂકી દેવામાં આવ્યું હતું ફિલ્મ પ્રોજેક્ટ કેમાં તેઓ સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને મહેશ બાબુ સાથે.
કામ કરી રહ્યા હતા જે ફિલ્મમાં દિશા પટની અને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓ પણ સામેલ છે હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અમિતાભ બચ્ચનને પોતાના બ્લોગમાં લખ્યું છે કે તેઓ ખૂબ તકલીફમાં છે હલનચલન કરવા અને શ્વાસ લેવામાં પણ તેમને તકલીફ થઈ રહી છે.
સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માં તેમને સમય લાગી શકે છે ડોક્ટરે તેમને આરામ કરવા ની સલાહ આપી છે દુઃખાવા ની ટેબ્લેટ પણ અપાઈ છે જેના કારણે તેમને વધારે પીડા ના વેઠવી શકે અમિતાભ બચ્ચન સાથે બનેલી આ ઘટના બાદ તેમના તમામ કામો રોકી દેવામાં આવ્યા છે સાથે તેમનું શૂટિંગ પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું હતું.
હૈદરાબાદ થી અમિતાભ બચ્ચનને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અમિતાભ બચ્ચન ના આ સમાચાર સાંભળતા લોકો ખૂબ દુઃખી થઈ તેમના માટે સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે તેમને પોતાના બ્લોગમાં એમ પણ જણાવ્યું હતું કે હું જલસા બંગલામાં હાલ સારવાર હેઠળ છું હું આજે ગેટ પર મારા ચાહકોને મળવા નહીં આવી શકું હલન ચલન ખુબ ખૂબ મુશ્કેલ છે.
મારા જે પણ કોઈ ચાહકો ગેટ બહાર મળવા આવવાના હોય તેઓ આજે ના આવે અને જેમને માહીતી ના હોય એમને જણાવી દેજો હું આરામ કરી રહ્યો છું અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ માં આ પરીસ્થીતી ની વચ્ચે પણ પોતાના ચાહકો માટે પ્રેમ જતાવ્યો છે સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન ની આ ખબર સાભંડતા લોકોની આંખો છલકાઈ ગઈ છે.