આર માધવન અત્યારે એમની આવનાર ફિલ્મ ધોખા રાઉન્ડ ડી કોર્નરના પ્રમોશન વ્યસ્ત છે બુધવારે મુંબઈમાં તેઓ એમની આવનાર ફિલ્મના ટીઝર લોન્ચ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન એમણે બૉલીવુડ ફિલ્મો ફ્લોપ જઈ રહી છે અને સાઉથની ફિલ્મો ચાલી રહી છે તેને લઈને એક મોટું બયાન આપ્યું હતું અને તે પણ સમજવા લાયક હતું.
જ્યારે આર માધવનને આ ફ્લોપ ટ્રેન્ડ વિશે એક વ્યકિતએ પૂછ્યું હતું ત્યારે માધવને કહ્યું જો અમને ખબર હોતકે આ ફિલ્મ હિટ જશે કે નહી તો અમે બધા હિટ બની ગયા હોત અમે ખોટી ફિલ્મ બનાવી રહ્યા છીએ એવું વિચારીને કોઈ ફિલ્મમેકર ફિલ્મ નથી બનાવતો તેની પાછળનો ઈરાદો સારો છે ફિલ્મમાં ખુબ મહેનત પણ કરે છે.
સાઉથ વિશે વાત કરતા કહ્યું સાઉથની માત્ર કેટલીક ફિલ્મો જ હિટ ગઈ છે એટલે બધી ફિલ્મો સાઉથની હિટ જાય છે એમ કહી શકાય બીજી વાત ફિલ્મના કંટેન સારા હોય તો લોકો પસંદ કરે ફિલ્મ કોઈ પણ હોય અને લોકડાઉંન બાદ લોકોની પસંદ પણ બદલાઈ છે ફિલ્મો કોઈ પણ સારી આવે તો સફળ થશે એમાં ભાષા કોઈ પણ હોય.