બોલિવૂડ એક્ટર બિપાશા બાસુ અત્યારે તેની પ્રેનન્સિને લઈને ચર્ચામાં છે લગ્નના 6 વર્ષ પછી બિપાશા બાસુએ ફેમિલી પ્લાનિંગ કર્યું હકીકતમાં સૌથી લોકપ્રિય કપલમાંથી એક બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ગયા દિવસોમાં તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી ત્યારે કેટલીક બેબી બંમ્પ સાથેની તસ્વીર શેર કરીને જાહેરાત કરી હતી.
જ્યારથી બિપાશાએ ખુશખબરી આપી ત્યારથી તેના ચાહકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે લગ્નના 6 વર્ષ પછી બંને તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા તૈયાર છે તેના વચ્ચે હાલમાં અભિનેત્રીએ એક સુપર ક્યૂટ વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી ખુબ સુંદર દેખાઈ રહી છે.
હકીકતમાં બૉલીવુડ અભિનેત્રી બિપાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી એક ક્યૂટ વીડિયો શેર કર્યો જેમાં તેઓ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે અભિનેત્રી તેમાં બેબી બમ્પમાં સુંદર લાગી રહી છે બિપાશાએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુકપૂરો કર્યો હતો બ્લેક બોડી હગિંગ ડ્રેસમાં બીપિશા સુંદર જોવા મળી.