જ્યારે પણ ભારતમાં કોઈ ફાઇસટાર હોટલની વાત કરવામાં આવે છે ત્યારે મુંબઈની તાજ હોટલ નું નામ સૌ પ્રથમ આગળ આવે છે ભારતીય હોય કે વિદેશી મુંબઈમાં આવતા દરેક પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હંમેશા તાજ હોટલ જ રહ્યું છે તાજ હોટલ ની લક્ઝુરિયસ સર્વિસ હંમેશા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
શરૂઆત થી લઈને સાલ 2008ના મુંબઈ એટેક પર તાજ હોટલે ઘણું બધું સહન કર્યું છે પરંતુ આજે પણ એ જ ખૂબસૂરતી સાથે હોટેલ તાજ જોવા મળે છે હોટલ તાજ સાથેનો એક રહસ્યમય ઈતીહાસ છુપાયેલો છે 7 જુલાઈ સાલ 1996 દરમિયાન મુંબઈ માં અંગ્રેજો એ મુંબઈ ની આલિશાન હોટેલ વોસ્ટન હોટેલમાં અંગ્રેજી અલગ અલગ છ.
ફિલ્મો દેખાડવામાં આવી રહી હતી પરંતુ આ ફિલ્મો જોવા માટે માત્ર બ્રિટિશ લોકો જ આવી શકતા હતા કારણ કે હોટલની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે ભારતીય અને કુતરાઓ આ હોટલમાં પ્રવેશ કરી શકશે નહીં પરંતુ એ સમયે ટાટા ના માલિક જમશેદજી ટાટા પણ લ્યુમર ની પ્રસારિત ફિલ્મ જોવા માગતા હતા
પરંતુ તેમના હોટલમાં એન્ટ્રી મળી નહીં રંગભેદની આ નીતિ વિરુદ્ધ તેમને અવાજ ઉઠાવ્યો અને સાથે એક સંકલ્પ કર્યો કે આનાથી પણ મોટી શાનદાર આલીસન હોટલ બનાવશે જેમાં ભારતીય લોકો શાનથી પ્રવેશ મેળવશે અને તેમણે બે વર્ષમાં તાજ હોટલ નો પાયો નાખ્યો અને ત્યારબાદ જમશેદજી ટાટા એ મુંબઈ ગેટવેટ ની સામે જ હોટલ તાજની
નિર્માણની કામગીરી શરૂ કરી આ હોટલના નિર્માણનુ કામ અંગ્રેજ એન્જિનિયર W A ચેમ્બર ને દેવામાં આવ્યું પરંતુ આ સાથે એવું પણ કહેવાય છે કે હોટેલ તાજનો મેપ ભારતીય આર્કીટેક સીતારામ ખંડેરાઓ વૈદ્ય અને ડી એન મિર્ઝાએ તૈયાર કર્યો હતો જેની શરૂઆત સીતારામે કરી હતી પરંતુ એમના દેહાતં બાદ અંગ્રેજ એન્જિનિયરે આ કામગીરી પૂરી કરી આવી રીતે.
તાજ હોટલ બનીને ઊભી થઈ જેમાં 560 લક્ઝુરિયસ રુમ બનાવવામાં આવ્યા 1903 માં જ્યારે આ હોટલ બનીને તૈયાર થઈ ત્યારે થોડા સમય માટે હોટલની બહાર એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું અને જેમાં લખ્યું હતું કે અંગ્રેજ અને બિલાડીઓ અંદર આવી શકતી નથી 16 ડિસેમ્બર 1903 ના રોજ જમસેદજી ટાટા ની ઉપસ્થિતિ માં તાજ હોટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું.
જેને એ સમયે બનાવવામાં 25 લાખનો ખર્ચ આવ્યો હતો શરૂઆતથી સમયમાં એ સમયે એક રૂમનું ભાડું 13 રુપિયા હતુ
દેશની આ સૌથી મોટી હોટલ હતી જેમાં વીજળીની સુવિધા હતી સાથે અંગ્રેજોનો પ્રવેશ નહોતો પરંતુ અંગ્રેજો અને રસોઈયા તરીકે રાખવામાં આવ્યા હતા પીરસવાનો સ્ટાફ પણ અંગ્રેજ હતો.
તાજ હોટલમા આજે એક સામાન્ય વેઈટર નો પગાર મહિને એક લાખ રૂપિયા છે અને તાજ હોટલમાં રસોઈ બનાવતા કુક ની સેલેરી 80 હજારથી 11 લાખ રુપિયા છે હોટલની સિક્યુરિટી ની સેલેરી 50 હજાર થી 5 લાખ છે તાજ હોટલ ભારતની સૌથી મોંઘી હોટેલ કહેવાય છે તાજ હોટલમાં વિભિન્ન પ્રકારના રેસ્ટોરન્ટ આવેલા છે જેમાં એક થાળી ની કિંમત 2 હજાર થી શરૂ થાય છે.
જેમાં ભેજ અને નોનવેજ બંને પ્રકારનું ભોજન મળે છે તાજ હોટલમાં આવેલી શામીયાના રેસ્ટોરન્ટ માં એક પ્લેટ આલુ પરોઠા ની કિંમત 600 રુપીયા છે એવી ઘણી ડીસ સામેલ છે તાજ હોટલમા સી લોન્ચ રેસ્ટોરન્ટ માં બે વ્યક્તિ નો જમવાનો ખર્ચ 6 હજારથી 10 હજાર નો થાય છે જેમાં કોઈપણ ડીસ 3 હજારથી ઉપરની છે તાજ હોટલમાં એક ચા ની કિંમત 500 રૂપિયા આજુબાજુ છે.
હોટલ તાજમાં રોકાવવા માટે એક દિવસનું ભાડું સામાન્ય રૂમનુ દશ હજાર છે તો લક્ઝુરિયસ રુમ માટે એક રાત્રીનુ ભાડુ એક લાખ થી બે લાખ દેવું પડે છે આ હોટેલમાં ટાટા સ્વિટ ના ખાશ રુમો ઉપલબ્ધ છે જેનું માત્ર એક દિવશ નું ભાડુ 10 લાખ છે માત્ર 24 કલાકના આપે 10 લાખ ચુકવવા પડશે.