Cli
એક ક્રિકેટર કેવી રીતે બન્યો બોલીવુડ નો ખતરનાક ખલનાયક ડાકુ જગીરા, જાણો મુકેશ તિવારી ની જીવન કહાની...

એક ક્રિકેટર કેવી રીતે બન્યો બોલીવુડ નો ખતરનાક ખલનાયક ડાકુ જગીરા, જાણો મુકેશ તિવારી ની જીવન કહાની…

Bollywood/Entertainment Story

રાજકુમાર સંતોષીની ફિલ્મ ચાઈના ગેટ માં ડાકુ જગ્યા નું પાત્ર ભજવી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા મનોજ તિવારીએ આવનાર સમય માં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી તેઓ મોટા ભાગે નેગેટિવ ભુમીકામા જોવા મળે છે આજે પણ તેઓ બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં નેગેટિવ પાત્ર માં.

ખુબ નામના ધરાવે છે મુકેશ તિવારીએ પોતાની પહેલી ડેબ્યૂ ફિલ્મ ચાઇના ગેટ કરી જેમાં તેઓ મેન વિલન તરીકે જોવા મળ્યા એ પણ એવા કલાકારો સામે જે બોલીવુડના સુપરસ્ટાર હતા જે ફિલ્મમાં નસરુદ્દીન શાહ ઓમપુરી અમરીશ પુરી ડેની મમતા કુલકર્ણી જેવા ઘણા કલાકારો હતા જેમાં અભિનેત્રી ઉર્મીલાનો છમ્મા છમ્મા ડાન્સ જોવા મળ્યો હતો.

આ ફિલ્મ માં જગીરા ડાકુ તરીકે અભિનેતા મુકેશ તિવારી એક ખલનાયક તરીકે સામે આવ્યા મુકેશ તિવારીની જો વાત કરીએ તો તેઓ એક ઉમદા ક્રિકેટર હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તેમને દૂર દૂરથી કોઈ સંબંધો નહોતો તેમનો જન્મ મધ્ય પ્રદેશ ના સાગર ગામમાં એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

મુકેશ પોતાના અભ્યાસના ના સમયમાં ક્રિકેટના ખૂબ શોખીન હતા તેઓ રાજ્યકક્ષાની મેચ ઉપરાંત અન્ડર 19 માં પણ ભાગ લઈ ચુક્યા છે તેઓએ કોલેજ દરમ્યાન ઘણા બધા નાટકો જોયા અને એ નાટકો જોતા તેમને અભિનય કરવાનો શોખ જાગ્યો અને તેઓ નાટકોમાં ભાગ લેવા લાગ્યા અને એનએસડી નામની સંસ્થા સાથે જોડાઈ.

તેઓ ઘણા બધા નાટકો કરવા લાગ્યા આ દરમિયાન નસરુદ્દીન શાહ ની તેમના પર નજર પડી અને તેમને રાજકુમાર સંતોષીને આ વિશે વાત કરી રાજકુમાર સંતોષી એક વિલનના પાત્રમાં એવા કલાકારને જોવા માગતા હતા જે ખૂબ જ અલગ દેખાતો હોય તેના કારણે મનોજ તિવારીને આ ફિલ્મોમાં ડેબ્યુ કરવાનો પ્રથમ ચાન્સ મળતા તેઓ પોતાની પહેલી ફિલ્મથી જ એક સફળ વિલન.

સાબીત થયા સાલ 1998 માં ફિલ્મ ચાઇના ગેટ સુપરહિટ સાબિત થયા બાદ તેમની પાસે ઘણી બધી ફિલ્મો ની ઓફર આવવા લાગી આ ફિલ્મ બાદ તેઓ પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજળમાં જોવા મળ્યા આ ફિલ્મ 2003 ના રોજ રિલીઝ થઈ હતી જેમાં અજય દેવગણ મુખ્ય અભિનેતા હતા જેમાં બચ્ચા યાદવ તરીકે મુકેશ તિવારીએ ખુબ નામના મેળવી ત્યારબાદ તેમને ફિલ્મ.

ગોલમાલમાં વસૂલી ભાઈના પાત્રમાં ખુબ સરસ કોમેડી કરી અને પોતાને એક ઉમદા કલાકાર સાબિત કર્યો ત્યારબાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમને ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે તેવો ફિલ્મો સાથે વેબ સિરીઝ પણ કરી રહ્યા છે તાજેતરમાં આવેલી વેબ સિરીઝ દહન મા તેઓ ઇન્સ્પેક્ટર ની ભુમીકા માં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *