Cli
ગાડીઓના કાફલા સાથે નબીરાઓએ સીધુંભવન રોડ બાનમા લીધો, બર્થડે પાર્ટીની મહેફીલ પર પોલીસે આપી ગીફ્ટ...

ગાડીઓના કાફલા સાથે નબીરાઓએ સીધુંભવન રોડ બાનમા લીધો, બર્થડે પાર્ટીની મહેફીલ પર પોલીસે આપી ગીફ્ટ…

Breaking

સોશિયલ મીડિયા પર રીલ વીડિયો બનાવવા માટે નો આજકાલ ગજબનો એક ટ્રેન્ડ જોવો મળે છે ઘણા યુવાનો પોતાને ગેંગસ્ટર અને ફિલ્મી અભિનેતા સમજીને કાયદાઓ નું ઉલ્લંઘન કરી વિડીઓ બનાવતા જોવા મળે છે તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેમાં અમદાવાદના સિંધુભવન રોડ ઉપર ગાડીઓનો.

કાફલો જોવા મળે છે અને તેમાં પંજાબી સોન્ગ સડે ગેંગસ્ટર માં તલ!વારો બં!ધુક જેવા શબ્દો ના ઉલ્લેખ સાથે રીલ વિડીઓ બનાવાયો છે જે વિડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના સિંધુભવન રોડ પર યંગસ્ટર નો જમાવડો જોવા મળે છે લોકો અહીં ફરવા માટે આવતા હોય છે તેમાં વધારે ભાગના યુવાનો.

સિંધુભવન રોડ પર ટહેલતા જોવા મળે છે એ વચ્ચે સિંધુભવન રોડ પર નો આ વિડીયો સામે આવતા સરખેજ પોલીસે એક લોકોને મેસેજ આપવાનો પ્રયત્ન કરી અને આ યુવકોને સબક શીખવાડ્યો છે તપાસમાં સામે આવ્યું હતું કે આ વિડીયો બે વર્ષ જૂનો છે પોલીસે આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

આરીફ અલી સૈયદ હાઝીમ શેખ અને શાહનવાઝ શૈખ નામના આ ત્રણ આરોપીઓ એ પોલીસને જણાવ્યું હતું કે આ વિડીયો બે વર્ષ પહેલા મિત્રના જન્મદિવસ નિમિત્તે બનાવવામાં આવ્યો હતો પરંતુ પોલીસ સમાજમાં એક મેસેજ આપવા માગતી હતી જેના કારણે ત્રણેય યુવક પર ગુનો નોંધ્યો સાથે ગાડીમાં બેઠેલો લોકો ને પણ નોટિસ આપવામાં આવી છે.

સાથે પોલીસે જણાવ્યું હતું કે સ્ટંટ કરનારને પોલીસ ક્યારેય છોડશે નહી પોલીસે જણાવ્યું હતું કે લોકોને પ્રેરણા મળે કે આવી રીતે રોડ ઉપર કોઈ સ્ટંટ કરી અને વિડિયો બનાવતા પહેલા ચેતી જાય કાયદા નું ઉલંઘન કરી લોકોમાં ભય ફેલાવવાનુ કામ કરતા કોઈપણ અસામાજીક તત્વો ને છોડવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *