know about this women vermicompost business

ગાયોના છાણનો ધંધો કરી આ મહિલા વર્ષે કમાય છે 70 લાખ ! જેનો ખર્ચો થાય છે માત્ર 3 લાખ…

Business

કહેવાય છે ને જરૂરિયાત એ શોધની જનની હોય છે.વ્યક્તિને જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ તે સમયે ન મળી રહે તો તે તેને મેળવવાનો ઉપાય શોધવા લાગે છે અને આ જ શરૂઆતમાં તેની જિંદગીને નવી દિશા મળતી હોય છે. હાલમાં આ જ વાતને સાચી સાબિત કરતો એક કિસ્સો દિલ્હી થી સામે આવ્યો છે. જેમાં ગાર્ડનિંગ નો શોખ ધરાવતી અને શિક્ષિકા તરીકે શાળામાં ફરજ બજાવતી એક મહિલાએ પોતાના શોખને પૂરો કરવા માટે એક બિઝનેસ કરવાનો વિચાર કર્યો અને તે જ વિચારને કારણે હાલમાં તે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહી છે.

આ વાત છે દિલ્હીથી થોડે દૂર રહેતી મંજુ નામની મહિલાની. મંજુ જેમને એમ.એ સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ એક શાળામાં નોકરી તો કરે જ છે પરંતુ તેમને ગાર્ડનિંગનો પણ ખૂબ જ શોખ છે. જેને કારણે તેમને ઘરમાં ઘણા ઝાડ, છોડ વાવ્યા છે. મંજુ આ છોડ માટે હમેશા વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કે અળસિયાનું કે અળસિયાના મળમૂત્રમાંથી બનતા ખાતરનો ઉપયોગ કરતી હતી. જો કે વર્ષ ૨૦૨૦માં મહામારીને કારણે તેમને આ ખાતર મળવામાં તકલીફ પડવા લાગી હતી.

મંજુને ખાતર કેવી રીતે લાવવું તે સમજ ન પડતા અંતે તેને આ ખાતર ઘરે કેવી રીતે બનાવી શકાય તે અંગે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. રિસર્ચ કર્યા બાદ મંજુએ ઘરમાં જ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની શરૂઆત કરી. હાલમાં મંજુ પાસે૨ એકર જમીનમાં આ ખાતરના ૨૫૦ બેડ છે અને મંજુ લાખો ની કમાણી પણ કરી રહી છે હવે તમને પણ થશે કે આ ખાતર ઘરે કેવી રીતે બનાવી શકાય? આ બિઝનેસ ની શરૂઆત કેવી રીતે કરી શકાય? તો તમારે તેને માટે ગૂગલ પર સર્ચ કરવાની જરૂર નથી કારણ કે આ લેખમાં અમે તમને આ બિઝનેસ અંગે માહિતી આપી રહ્યા છીએ.

કોઈપણ ખેતી માટે અથવા કોઈપણ બિઝનેસ કરવા માટે જમીન નો પ્રકાર ખૂબ જ જરૂરી હોય છે. આ બિઝનેસમાં પણ કંઈક એવું જ છે. જો તમારે પણ વર્મી કમ્પોસ્ટ ખાતર નું બિઝનેસ શરૂ કરવું હોય તો સૌથી પહેલા તેની માટે તમારે એવી જગ્યા પર સમતલ જમીન શોધવી પડશે જ્યાં વીજળી પાણી અને મજુરની પુરી સુવિધા મળી શકે સાથે જ છે માલ સામાન લઈ જવાની પૂરતી જગ્યા હોય જે બાદ પન્ની અથવા જેને મલચીંગ કહેવામાં આવે છે તે લાવવાનું રહેશે જેનો ખર્ચ ૩ ૦૦૦ આસપાસ આવતો હોય છે. એક પન્ની પર ૧૨ બેડ લગાવી શકાય છે જેમાં ૩૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.

તે બાદ તેમાં છાણ નાખવાનું હોય છે. ૩૦ ફીટ લાંબા અને ચાર ફૂટ પહોળાઈ ધરાવતા એક બેડ પર ૧૫૦૦ કિલો છાણની જરૂર પડતી હોય છે જે અંદાજે ૭૦૦ રૂપિયામાં મળી રહેતું હોય છે.જો કે છાણ નાખતા સમયે તેમના ગાંઠ ન હોય, અથવા તે વધારે સુકાય ગયેલું કે વધારે તાજુ ન હોય તે જોવું. છાણ નાખ્યા બાદ કબ્ર જેવો આકાર બનાવી લીધા પછી તેમાં અળસિયા નાખવા. આ અળસિયા તમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર અથવા કોઈ વર્મી કમ્પોસ્ટ ખાતરની કંપની પાસેથી પણ મળી રહેશે.જેનો ખર્ચ ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો આવી શકે છે.

વધુમાં વાત કરીએ તો અળસિયા નાખતી સમયે તે છાણ પર સરખી રીતે પાથરવામાં આવે તે ધ્યાન રાખવું. અળસિયા નાખી દીધા બાદ તેને સૂકા ચારાથી ઢાંકી દેવું જોકે મંજુનું કહેવું છે કે આ ખાતર બનાવતા સમયે જરૂર મુજબનું પાણી સમયસર આપવામાં આવે તે પણ ધ્યાન રાખવું સાથે જ અળસિયા નાખી દીધા બાદ તેને પ્રકાશ ન મળે તેનું પણ ધ્યાન રાખો જણાવી દઇએ કે આ ખાતર હાલમાં હોલસેલ માં પ્રતિ કિલો ઓછામાં ઓછાં ૬ રૂપિયાની કિંમતથી વહેચવામાં આવે છે.

જો કે ખાતરના માર્કેટિંગ માટે તમારે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે તમારી જમીન અથવા તમારી કંપની નર્સરીની આસપાસ હોય. જો તમારી જમીન નર્સરી ની આસપાસ હશે તો તમારું ખાતર સરળતાથી વહેચી શકાશે જોકે વાત કરીએ મંજુ વિશે તો મંજુ હાલમાં મહિનાનું ૭૫ ટન ખાતર વેચી લગભગ ૪ લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે જો તમને પણ આ બિઝનેસમાં રુચિ હોય તો તમે પણ આજે જ શરૂઆત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *