જો તમે બોલીવુડ ફિલ્મોના ફેન હશો તો તમે અનેક વાર જોયું હશે કે ફિલ્મોમાં શરૂઆતમાં ગરીબ પરિવારમાં જન્મેલો અભિનેતા બાદમાં એક સફળ બિઝનેસમેન બને છે , અથવા ફિલ્મની શરૂઆતમાં જે અભિનેતા પાસે લાખો કરોડોની મિલકત હોય તે અભિનેતા સાવ ગરીબ બની જતો હોય છે. આવી તમામ ઘટનાઓ તમે બોલીવુડ ફિલ્મોમાં જોઈ હશે કે કોઈ વાર્તા ની પુસ્તકમાં વાંચી હશે અથવા તો કોઈ મોટીવેશનલ સ્પીકરની વાતોમાં સાંભળી હશે.
જો કે હાલમાં આવી જ એક ફિલ્મી લગતી ઘટના હકીકતમાં સામે આવે છે. આ ઘટનામાં એક સમયે પોલીસ ઓફિસર રહેલ વ્યક્તિ નસીબ આગળ હારી જાઈ રસ્તે રઝળતો જોવા મળ્યો છે આ વાત છે વર્ષ 1999 માં પોલીસની નોકરીમાં ભરતી થયેલ મનીષ મિશ્રા નામના એક અધિકારી વિશે.જાણકારી અનુસાર મનીષ મિશ્રા ૧૯૯૯માં પોલીસની નોકરીમાં ભરતી થયા તે સમયે તેઓ પોતાના પરિવાર સાથે મધ્ય પ્રદેશમાં રહેતા હતા. વર્ષ ૨૦૦૫ સુધી તેઓ આ નોકરીમાં કાર્યરત હતાં.
પરંતુ વર્ષ ૨૦૦૫માં તેમનુ દાતિયા માં પોસ્ટિંગ થયા બાદ તેમના નસીબે એવો વળાંક લીધો કે તેમનો પરિવાર પૂરેપૂરો વીખરાઈ ગયો. જાણકારી અનુસાર દાતિયામાં પોસ્ટીંગ સમયે જ અચાનક ઓફિસર મનીષ મિશ્રાની માનસિક બીમારી થઇ.તેમની માનસિક સ્થતિ બગડવા લાગી હતી.જેને કારણે તેમની પત્ની એ તેમનો સાથ છોડી દીધો. જો કે પરિવારે મનીષની માનસિક બીમારીની સારવાર કરવા માટે આશ્રમ તેમજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.પરંતુ માનસિક સ્થતિ ખરાબ હોવાને કારણે મનીષ ત્યાંથી ભાગી નીકળ્યા હતા. જાણકારી અનુસાર ત્યારબાદ મનીષ ક્યાં છે તે અંગે કોઈને જ જાણકારી ન હતી.
પરંતુ હાલમાં જ ચૂંટણી સમયે મનીષ મિશ્રા સાથે કામ કરી ચૂકેલા ઓફિસર રત્ન સિંહ તૌમર ગ્વાલિયરના ઝાંસી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે તેમને રસ્તા પર એક ભિખારીને ઠંડીમાં થરથરતા જોયો. માહિતી અનુસાર ઓફિસર રત્ન સિંહ અને તેમના સાથી વિજય આ ભિખારીને મદદ કરવા માટે તેની પાસે ગયા હતા. જે બાદ ભિખારી પાસે પોતાનું નામ સાંભળી ઓફિસર રત્ન સિંહને આશ્ચર્ય થયું હતું . જેને કારણે તેમને ભિખારી સાથે વાતચીત કરી.જે બાદ આ ભિખારી બીજુ કોઈ નહિ પરંતુ મનીષ મિશ્રા હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર રત્ન સિંહે તરત જ મનીષ મિશ્રા ને એક સેવાભાવી આશ્રમમાં મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે મનીષ મિશ્રા પોતાની નોકરી દરમિયાન એક સારા નિશાનેબાજ પણ રહી ચૂક્યા છે આ કિસ્સા પરથી કહી શકાય કે તમારું જ્ઞાન અથવા તમારી નોકરી એ તમારી સફળતાની ગેરંટી નથી. નસીબ નું પૈડું ફરતા સફળ માણસને પણ દુઃખ સહન કરવાનો વારો આવતો હોય છે.