Cli
this girl become nayab collector

વ્યાજ પર પૈસા લઈને ભણીને અભણ મા-બાપની દીકરી બની નાયબ કલેક્ટર, UPSCમાં મેળવ્યો 68મો રેંક…

Story

કહેવાય છે ને કે ભણતર અને મહેનત ક્યારેય એળે નથી જતા. જેમ તમારું થોડું ઘણું ધ્યાન પણ તમને જીવનમાં આગળ વધવા માટે મદદરૂપ બને છે તેવી જ રીતે કોઈ એક ક્ષેત્રમાં સતત કરેલી મહેનત પણ તમને આગળ જરૂર લઈ જાય છે. હાલમાં આવી જ એક મહેનત નો કિસ્સો અંકલેશ્વરથી સામે આવ્યો છે, જેમાં એક અભણ માતાપિતાની દીકરીએ કલેકટર બની માતાપિતા અને પોતાની મહેનતનું ફળ મેળવ્યું છે.

વિગતે વાત કરીએ તો અંકલેશ્વરના જીતાલી ગામના રાઠોડ પરિવારની ઉર્મિલાના માતાપિતા મૂળ સંતરામપુરના વાતનો હતા. લગભગ ૨૬ વર્ષ પહેલા તેમને સંતરામપુર છોડી અંકલેશ્વરમાં વસવાટ કર્યો હતો. ઉર્મીલાના માતાપિતા બંને અભણ છે.તેના પિતાને માત્ર સહી કરતા જ આવડે છે. પરંતુ તેમને પોતાની દીકરી ઊર્મિલા માટે વ્યાજે પૈસા લઈ તેને ભણાવી ઊર્મિલા એ બીએસસીમાં અભ્યાસ કરવા દરમિયાન જ જીપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.

એટલું જ નહિ પરંતુ તેને આ પરીક્ષા પાસ કરી નાયબ મામલતદાર ની પોસ્ટ પણ મેળવી લીધી હતી. પરંતુ કહેવાય છે ને કે નસીબમાં ન હોય તો હાથમાં આવેલ વસ્તુ પણ છીનવાય જાય ઉર્મિલા સાથે પણ આવું જ કંઈક થયું. નાયબ મામલતદારની પરીક્ષા પાસ કરવાનો પત્ર તેના વતનના એડ્રેસ પર આવ્યો. ઊર્મિલા એ વતનમાં તપાસ કરાવી તો ત્યાંના લોકોએ કોઈ પત્ર ન હોવાનું કહી વાત અટકાવી દીધી. જોકે તેમ છતાં પણ ઉર્મિલાએ હાર ન માની.

તેને નાયબ કલેક્ટર બનવું હતું તેથી તેણે પરીક્ષાની તૈયારી ચાલુ રાખી અને યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી દીધી. યુ પી એસ સી ની તૈયારી માટે તેને સ્પીપામાં એડમિશન લીધું. આ એડમિશન બાદ તેણે રાત દિવસ જોયા વિના જ મહેનત કરી અને અંતે આજે યુ પી એસ સી પરીક્ષામાં ૬૮ રેન્ક મેળવી ડેપ્યુટી કલેક્ટરનું પદ મેળવી લીધું આજકાલ લોકો એક બે નિષ્ફળતા બાદ હાર માનીને આ!ત્મહ!ત્યા કરી લેતા હોય છે તેવામાં ઉર્મિલા રાઠોડનો કિસ્સો દરેક વિદ્યાર્થી માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *