Cli
know about this egg shell business

ઈંડાની છાલમાંથી કરો બિઝનેસની શરૂઆત અને ઘરે બેઠા કરો લાખો રૂપિયાની કમાણી…

Business

તમે ઈંડાનો ઉપયોગ વિશે તો જાણતા જ હશો તમે એ પણ જાણતા હશો કે તેમાં કયા પ્રોટીન તત્વો રહેલા છે અને તે શા માટે સારું છે. તમે તેમાંથી બનતી અનેક અવનવી વાનગીઓ વિશે પણ જાણતા હશો. પરંતુ શું તમે એ જાણો છો કે ન માત્ર ઈંડુ પરંતુ ઈંડાના ઉપર રહેલી છાલ પણ અનેક પોષક તત્વો ધરાવે છે. અરે એટલું જ નહીં ઈંડાના ઉપર રહેલી છાલ માંથી તમે ઘરે બેઠા જ કમાણી પણ કરી શકો છો અને તે પણ નાની નાની નહિ હજારો રૂપિયાની કમાણી તમને થશે કે આ શું ધડ માથા વગરની વાતો કરી રહ્યા છે. પરંતુ આ કોઈ બનાવેલી વાત નથી આ એક સત્ય છે. એક રિપોર્ટ અનુસાર ઈંડાની છાલમાં કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ રહેલું હોય છે . હવે તમે તો જાણતા જ છો કે કેલ્શિયમ આપણા શરીર માટે કેટલું ઉપયોગી છે તેમજ સાથે સાથે કેલ્શિયમથી કેટલી બધી વસ્તુ બનાવવામાં આવે છે.

આજ કારણ છે કે આજકાલ ન માત્ર ઈંડા નો પરંતુ ઈંડાની છાલનો પણ ઉપયોગ વધી રહ્યો છે. લોકો ઈંડાની છાલ વેચીને તેમાંથી કમાણી કરી રહ્યા છે. જો તમે પણ જાણવા માંગતા હોય કે ઈંડા ની છાલમાંથી કેવી રીતે કમાણી કરી શકાય તો આજનો આ લેખ તમારી માટે છે. ઈંડાની છાલ માંથી કમાણી કરવા માટે તમારે તેનો પાવડર બનાવવાનો છે. હવે તમને થશે કે પાવડર બનાવવા માટે મશીન લાવવું, પડશે રોકાણ કરવું પડશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ઈંડાની છાલ માંથી પાવડર બનાવવા માટે તમારે માત્ર થોડું સમય ફાળવવાનું છે એ સિવાય કોઈપણ જાતનું મશીન લાવવાની કે રોકાણ કરવાની જરૂર નથી.

તો ચાલો આજના લેખમાં અમે તમને જણાવીએ ઈંડાની છાલમાંથી પાવડર બનાવવાની રીત. આ પાવડર બનાવવા માટે સૌ પહેલા તમારે ઈંડાની છાલને સરખી રીતે સાદા પાણીથી ધોઈ લેવા. જે બાદ તેમાંથી આવતી ગંધને દૂર કરવા એક મોટી તપેલીમાં પાણી ગરમ કરી તે પાણીમાં લીંબુ નાખી તેમાં નાખી દો, છાલના કે બાદ તેમાં થોડું વિનેગર ઉમેરો. પાણી ઉકાળી જાય તે બાદ ફરી તેમાં થોડું ઠંડુ પાણી ઉમેરી ઈંડાની છાલને સાફ કરી દો. પાણીમાંથી નીકળ્યા બાદ આ છાલને થોડોક સમય માટે તડકામાં સૂકવવા મૂકી દો. છાલ સરખી રીતે સુકાઈ ગયા બાદ તેને એક મિક્સર જારમાં નાખી ક્રશ કરી લો. તૈયાર છે તમારો ઈંડાની છાલનો પાવડર. આ પાવડરને તમે કોઈપણ ઓનલાઈન વેબસાઈટ જેવી કે ઇન્ડિયા માર્ટ વગેરે પર વેચીને કમાણી કરી શકો છો તમને જણાવી દઈએ કે વિદેશમાં આ પાવડરની ખૂબ જ માંગ છે કારણ કે ત્યાંના લોકો આ પાવડરને પાણીમાં નાખીને પીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *