જો તમે ગુજરાતી છો તો તમે ફાફડા, જલેબી કે સેવ તો ખાધી જ હશે, દુકાનવાળા ભાઇને આ બધી વસ્તુઓ હાથથી બનાવતા પણ જોયા જ હશે અને ગેરંટી કે અનેકવાર એ ફાફડા, પાપડી કે સેવ વાળાં દુકાનદારને ત્યાં લાગેલી ભીડ જોઈને તમારા ગુજરાતી મગજે તમે જરૂર કહ્યું હશે બોસ, ગુજરાતમાં ધંધો કરવો હોયને તો આ જ કરાય.
મંદી ક્યારેય આવે જ નહિ કારણ કે ગુજરાતીઓ ખાવામાં પાછા પડતા જ નથી ખરું ને! પણ પછી એ દુકાન વાળની મહેનત જોઈને તમે તમારા મગજને કહ્યું હશે ના, ના આ ન કરાય કેટલી મહેનત છે,આખો દિવસ આ કડાઈ અને ગેસ આગળ હું પણ આના જેવો કાળો થઈ જઈશ તો?
બોલો થયું છે ને તમારી સાથે પણ આવું? પણ હવે નહિ થાય. હવે તમે પણ તમારો ફાફડા નો બિઝનેસ શરૂ કરી શક્શો અને ખૂબ પૈસા મેળવી શકશો એ પણ ખૂબ જ ઓછી મહેનતમાં કારણ કે આજે અને તમારી માટે કેટલાક એવા મશીન અંગે માહિતી લાવ્યા છીએ જે સરળતાથી ફાફડા, પાપડી કે સેવનો લોટ પણ બાંધી આપે અને તેને બનાવવામાં પણ ઉપયોગી બને છે.
લોટ બાંધવાનું મશીન જે ૧૦એચપી મોટર નું આવે છે તેમાં ૧૦ કિલો ચણાનો લોટ નાખ્યા બાદ મશીન ચાલુ કરી દેવાનું હોય છે. મશીન ચાલુ કર્યા બાદ તેમાં ધીમે ધીમે સીંગતેલ નાખવું, જે બાદ સોડા, અને પાણી નાખવું,તે ઉપરાંત મીઠું નાખવું. થોડી જ વારમાં લોટ બંધાઈને તૈયાર થઈ જશે. જે બાદ તેને એક વાસણમાં કાઢી લેવો.
હવે પાપડી કે ફાફડા બનાવવાના મશીન વિશે વાત કરીએ તો તે ૯ ઇંચ નું આવે છે. આ મશીન સાથે તમને કેટલીક ફાફડા, સેવ અને પાપડી બનાવવાની જાળી પણ આપવામાં આવે છે. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. મશીનમાં જે પણ વસ્તુ બનાવવા ઈચ્છા હોય તેની જાળી લગાવી દો. યાદ રાખો કે મશીનમાં નીચેની તરફ એક ઢાંકણ આપવામાં આવે છે જ્યાં જાળી લગાવી તેને બંધ કરી દેવાનું હોય છે.
જાળી લગાવ્યા બાદ જાળી તેલની અંદર રહે તે રીતે મશીનને રાખો પછી તેમાં તૈયાર કરેલો લોટ ધીમે ધીમે નાખતા જાઓ. તમે જોઈ શકશો કે લોટ નાખતા જ તેલમાં સેવ કે પાપડી બની ને તૈયાર છે.આ પાપડી સેવને થોડી શેકાય ત્યાં સુધી તેલમાં રાખી તરત લઈ લો આ જ રીતે ફાફડા બનવાના મશીનમાં તમે ફાફડા પણ બનાવી શકો છો. પણ આ બધા મશીન લાવવા માટે તમારે એક કંપનીમાં જવું પડશે તો એડ્રેસ યાદ રાખી લો.
મેગા કિચન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ (મેગાસન)
ભાવનગર હાઈવે, આર કે યુનિવર્સિટીની બાજુમાં, રાજકોટ, ગુજરાત
એડ્રેસ યાદ ન રહ્યું તો:
નંબર છે ને: ૮૨૦૦૦૦૯૫૨૫, ૮૭૮૦૦૦૩૦૫૧,૮૭૮૦૦૦૨૩૫૬.
તો આજે જ આ મશીન ઘરમાં લઈ આવો અને ઘરે બેઠા કોઈ જ મોટા રોકાણ વિના કે કારીગર વિના તમારા નવા કામની શરૂઆત કરો. આ સિવાય પણ તમને આ કંપનીમાં અનેક મશીન મળી રહે છે. જણાવી દઈએ કે દરેક મશીન કાટ ન લાગે તેવા મટીરીયલથી બનાવવામાં આવ્યું છે.