શું તમે પણ શરીરના અલગ અલગ ભાગ પર આવતા અનિચ્છનીય વાળ થી કંટાળી ગયા છો? મહિલાઓને શરીર પર અનિચ્છનીય વાળની સમસ્યા રહેતી જ હોય છે. અનિચ્છનીય ભાગો પર વાળના વધુ પડતાં ગ્રોથને કારણે સ્ટાઇલિશ કપડા પહેરી શકતા નથી પરંતુ વેક્સિંગ કરાવવાથી ઘણી મહિલાઓ ડરતી હોય છે.
અથવા તો વેક્સિંગ કરાવવાથી સ્કિન પર ફોલ્લી થઈ જતી હોય છે જેથી અમુક મહિલાઓ કે યુવતીઓ વેક્સિંગ કરાવવાનું ટાળતી હોય છે અને વેક્સિંગ ને બદલે તેઓ અનિચ્છનીય વાળને દૂર કરવા તેઓ યું ટ્યુબ કે ગૂગલ પર બતાવવામાં આવતા નુસખા નો પ્રયોગ કરતી હોય છે.
જો કે આ નુસખાઓ માં બતાવવામાં આવતી મોંઘી અને ઢગલાબંધ વસ્તુઓ ખરીદવા અને તેનું મિક્સર બનાવવાનો સમય ન મળવાને કારણે અંતે તેઓ આ પ્રયોગ પણ બંધ કરી દેતી હોય છે.જો તમે પણ આવી જ યુવતી કે મહિલા છો, અથવા તમે કોઈ મહિલા કે યુવતીને ઓળખો છો જે આ બધી સમસ્યાનો સામનો કરી રહી છે તો આજનો આમારો આ લેખ એમને જરૂર મોકલી આપજો જેમાં અમે બતાવી રહ્યા છીએ અનિચ્છનીય વાળને દૂર કરવાના બે સરળ ઉપાય.
સ્ટેપ ૧: સૌપ્રથમ થોડું પાણી ગરમ કરી લેવું. જે બાદ એક વાટકીમાં બેકિંગ સોડા લેવો. હવે ગરમ કરેલ પાણીને તેમાં ઉમેરી મિક્સ કરવું તૈયાર થયેલ મિશ્રણ ઠંડુ થાય પછી તેને ધીમે ધીમે રૂ વડે જે ભાગના અનિચ્છનિય વાળ દૂર કરવા હોય તેના પર લગાવવું. એક મહિનામાં અઠવાડિયામાં બે વાર રાત્રે આ મિશ્રણ લગાવી સવારે તે ભાગને સાફ પાણી થી ધોઈ લેવો. તમે જોઈ શકશો કે ધીમે ધીમે તમારા વાળ ઓછા થઈ રહ્યા છે.
સ્ટેપ ૨: એક વાટકીમાં એક ચમચી હળદર, અડધી ચમચી વેસેલીન, થોડું કાચું દૂધ મેળવી મિક્સ કરી લો. પેસ્ટ તૈયાર થઇ ગયા પછી તેને અનિચ્છનીય વાળ પર ધીમે ધીમે લગાવો. પેસ્ટ લગાવ્યા પછી થોડીવાર માટે એમ જ રહેવા દો. પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ તેને આંગળીઓ વડે મસાજ કરતા હોય તેમ ઉખેડી લો.આ ઉબટન જેવું જ છે. લેપને નીકળી લીધા બાદ તે ભાગને પાણીથી સાફ કરી લો.જે બાદ તે ભાગ પર મોસ્ચ્યુરાઇઝર લગાવો. યાદ રાખો મોસ્ચ્યુરાઇઝર લગાવવું સૌથી મહત્વનું છે કારણ કે તે ચામડીને લાલ થતી બચાવે છે.
તો કરો આ બે ઉપાય જેમાં ન તો ખાંડનો ઉપયોગ છે અને ન તો મોંઘી વસ્તુઓનો.આ બે ઉપાયથી તમે જોઈ શકશો કે તમારા વાળ ધીમે ધીમે ઓછા થતા જાય છે. તો હવે વિચાર શું કરો છો? આજે જ આ ઉપાય અજમાવો અને હા , તમારી આસપાસ ની મહિલાઓ કે યુવતીઓને પણ આ ઉપાય કહેવાનું ભૂલતા નહિ. શું છે કે આ ઉપાય જાણ્યા પછી એમનો પાર્લર નો ખર્ચ પણ બચી જશે અને વેક્સિંગનું દુઃખ પણ નહિ સહેવું પડે. અરે, આવા વધુ નુસખા જાણવા અમારા લેખ વાંચતા રહેજો.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે અને કેટલાક ઓનલાઈન સોર્સના આધારે લેવામાં આવી છે રોયલ ન્યુઝ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)