Cli
ambalal patel agahi

કરા સાથે માવઠું, હાડ થીજવતી ઠંડી પડશે: આખા ડિસેમ્બર મહિનામાં શું-શું થશે તે અંબાલાલ પટેલે જણાવ્યું…

Breaking

અમદાવાદ: ભરશિયાળે ગુજરાત પર ત્રાટકેલું વાવાઝોડું ઘાત સાબિત થયું છે. ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. માવઠા બાદ હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગાઢ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી રહી છે.

આવામાં આવનારા સમયે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે જાણવું પણ જરૂરી બને છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. તેમણે આવનારા સમયમાં હવામાનમાં જોવા મળનારા મોટા ફેરફાર અંગે વાત કરી છે. સાથે જે તેમણે તારીખો સાથે તે અંગે સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હજુ માવઠું પીછો નહીં છોડે. કરા સાથે માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 2થી 4 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવશે. પશ્ચિમી વિક્ષેપોની વૈશ્વિક અસરો પણ થાય છે.

તેમણે 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 2 થી 16 ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપો આવશે. 19થી 22 ડિસેમ્બરમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. 9થી 16 ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. રાયડા અને સરસવના પાકને અલનિનોની અસર તેને સાનુકુળ રહેશે.

નોંધનીય છે કે, રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો છે. માવઠાના માર બાદ હવે ઠંડી કહેર વર્તાવવા તૈયાર છે. રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. અનેક શહેરોમાં ઠંડીનું જોર વધતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે. વ્યવસાયે જનારા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *