નવરાત્રીના સમયગાળા દરમિયાન માતાજીની શ્રદ્ધા અને આસ્થા થી ભાવિકો આમરણ ઉપવાસો સહિત ધાર્મિક સ્થળો પર ચાલતા દર્શનાર્થે જોવા મળે છે ઘણા લાંબા અંતરથી પણ લોકો પોતાની મનોકામનાઓ પૂરી કરવા અને બાધા પૂર્ણ કરવા માટે ચાલીને જાય છે જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો મહિલાઓ પણ સામેલ હોય છે.
ચાલીને જતી વખતે ઘણા બધા કષ્ટ અને દર્દ નો સામનો પણ કરવો પડેછે આ નવરાત્રી દરમિયાન માતાના મઢે ચાલીને જતા ભાવીભક્તો માટે નખત્રાણા જતા ભાભંર એક મેડિકલ કેમ્પ માં અનોખી રીતે ભાવિકો ના દર્દનું નિવારણ કરતા જોવા મળ્યા હતા અંદાજીત 80 વર્ષના કાકા જેઓ પોતાનુ નામ કાલીદાસ જણાવી રહ્યા હતા.
તેઓ પોતાની આગવી ગજબની કળા થકી લોકોના દુઃખ દર્દને માત્ર બે મિનિટમાં દૂર કરી દેતા જણાયા હતા અને ભાવિકો પણ કહી રહ્યા હતા કે અમારા પગ દુખતા બંધ થઈ ગયા કાલિદાસ એક દોરી ને હાથની અનામિકા આંગળી પર ખુબ મજબુતાઈ થી વીંટીને દોરીને થોડીવાર પછી ખેચંતા જેનાથી પીડીત વ્યક્તિ બીજી ક્ષણે.
બોલી ઉઠતો કે મારા પગ દુખતા બંધ થઈ ગયા એક નહી પણ અનેક લોકોની નિઃશુલ્ક સેવાઓ કરનાર કાલિદાસ વર્ષોથી પોતાના વિસ્તારમાં પણ લોકોના દુઃખ દર્દને આ ટેકનીકથી નિવારે છે અને ક્યારેય કોઈ પાસેથી એક રૂપિયો પણ લેતા નથી આ મેડિકલ કેમ્પમાં પીઠના દર્દીઓ સહિત ઘણા બધા લોકોના દુઃખ દર્દને અનોખી કળા સાથે દુર કરતા.
સેવકો જોવા મળ્યા હતા ખાવા પીવાના કેમ્પ સાથે મેડિકલ ટેમ્પો પણ નિશુલ્ક ભાવિકો માટે સેવા આપેછે જે ખરેખર વંદનીય છે કાલિદાસભાઈ જેવા ઘણા બધા ધાર્મિક શ્રદ્ધાઓ સાથે જીવતા લોકો હંમેશા લોકોને મદદરૂપ બનવા તૈયાર રહે છે જેમની જનેતાને લાખ લાખ વંદન છે સારા કામ માટે પોસ્ટ શેર કરવા વિનંતી.