Cli
ડોલર કમાવા વિદેશ જોઈ વિચારીને જજો, મ્યાનમાર ગયેલા ગુજરાતીની દાસ્તાન, ટાર્ગેટ પુરો ના થતા ઝાડ પર લટકાવીને...

ડોલર કમાવા વિદેશ જોઈ વિચારીને જજો, મ્યાનમાર ગયેલા ગુજરાતીની દાસ્તાન, ટાર્ગેટ પુરો ના થતા ઝાડ પર લટકાવીને…

Breaking

ઘણા બધા યુવકો પોતાના ઉજવળ ભવિષ્ય માટે વિદેશ જવાનું સપનું જુએ છે અને કંપનીઓના તેઓ વિદેશ પણ ચાલ્યા જાય છે પરંતુ વિદેશના કડવા અનુભવ થતા જ ભારતમાતાની યાદ આવે છે એવું જ અનુભવ જૂનાગઢના યુવાન કિશન વાળા ને થયો હતો કિશન વાળાએ એક સોશિયલ મીડિયા એપના મારફતે.

મ્યાનમારમાં એક કંપનીમાં એપ્લાય કરી હતી જેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે એક હજાર યુએસ ડોલર જેટલો માસીક પગાર આપવામાં આવશે કિશન વાળાને આ નોકરી મળતો તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને તે પોતાના પરિવારજનોની રજા લઈ અને મ્યાનમાર ગયો હતો પરંતુ મ્યાનમાર પહોંચતા જ.

તેને આ કંપનીની સચ્ચાઈ ખબર પડી હતી તેમાં આપેલી કોઈ પણ જાહેરાત સાચી નહોતી તે લોકો અહીં લાવી ફસાવી માર મારીને કામ કરાવતા હતા કિશન વાળા એ જણાવ્યું હતું કે શરૂઆતમાં ત્યાં પહોંચતા તે લોકો ખૂબ જ અત્યાચાર કરવા લાગ્યા કામ ના કરીએ તો પાઇપો વડે માર.

મા!રતા ઝાડ પર ઉંધા લટકાવતા અને પાંચ પાંચ દિવસ સુધી હું ભૂખ્યો રહ્યો હતો કિશન વાળાએ કંપનીમાંથી ઘેર જવાની વાત કરતા તેની પાસે કંપનીએ 7 હજાર ડોલરની માંગણી કરી હતી કિશન વાળા ના પરિવાર જનોએ તેને પૈસા મોકલ્યા જેનાથી કિશન વાળા હેમખેમ પોતાના પરિવારજનો.

પાસે પહોંચી ગય તેની માતા પોતાના દીકરાની આ હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ હતી અને રડતાલતા કિશનની માતાએ જણાવ્યું હતું કે અડધો રોટલો ખાજો પરંતુ પોતાના દીકરાને વિદેશમાં ના મોકલતા કિશન પોતાના ગામમાં રહેતા સમાજના અગ્રણી અરણજ રાવલીયાને કરી હતી.

તેમને આહીર સમાજ ના આગેવાનો અને ધારાસભ્ય અને સાસંદ ને વાત કરી ત્યારબાદ મ્યાનમાર રહેતા ભારતીય નાગરિક નો સંર્પક કરવામાં આવતા કિશન ને પાછો લાવવામાં સફળતા મળી હતી કિશન વાળા તો પાછો આવી ગયો પરંતુ ભારતના હજુ પણ 200 જેટલા યુવાનો મ્યાનમારમાં ફસાયેલા છે.

જેમાં કિશન સાથેના સાત છોકરાઓ ચીનની સરહદ પર આવેલ મ્યાનમાર ના વાસ્ટેટ અને યાગુન માં ફસાયા હતા જેમાં મોટાભાગે સફેદ પાવડર નો ન!શીલો વેપાર થાય છે હજુ પણ આ વિસ્તારમાં ઘણા બધા યુવાનો પોતાના ઘરે જવા માટે તડફડી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *