પ્રેમ કરવા દોડતા યુવાનો ચેતી જજો, નવા બનાવેલા પ્રેમીને ને પહેલા મળવા બોલાવ્યો અને પછી તેના જુના...

પ્રેમ કરવા દોડતા યુવાનો ચેતી જજો, નવા બનાવેલા પ્રેમીને ને પહેલા મળવા બોલાવ્યો અને પછી તેના જુના…

Breaking

ઘણા બધા યુવકો અને યુવતીઓ કાંઈ પણ જાણ્યા વિના એકબીજાના પ્રેમમાં પડતા જોવા મળે છે પરંતુ ઓળખાણ વગરનો પ્રેમ ઘણીવાર મુસીબતમાં પણ મૂકી શકે છે એવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં પોતાના પ્રેમી ની ખુશી માટે પ્રેમિકાએ એક યુવાનને પોતાનો ટેમ્પરરી બોયફ્રેન્ડ બનાવી મળવા બોલાવી.

અને લૂંટ ચલાવી હતી અને તે યુવક નો મોબાઇલ અને પાકીટ છીનવી લીધા હતા આ સમગ્ર ઘટના અમદાવાદ માધવપુર વિસ્તારમાંથી સામે આવી છે હર્ષ ઠાકોર 22 વર્ષીય યુવક દિલ્હી દરવાજા પાસે સ્પેરપાર્ટ ની દુકાન માં નોકરી કરે છે તે 11 ફેબ્રુઆરી ના રોજ સાંજે બસ સ્ટેન્ડ પર ઉભો હતો ત્યારે તેને એક.

સુંદર યુવતી મળી આંખોના ઇશારા અને કમરના લચકાથી તે યુવતીએ હર્ષ ઠાકોરને ઘાયલ કર્યો યુવતીએ તેનું નામ શીતલ જણાવી અને તમે મને બહુ ગમો છો એમ કહી હર્ષ ઠાકોરનું દિલ જીતી લીધું હર્ષ ઠાકોરે તેને પોતાનો નંબર આપી દીધો આ દરમિયાન યુવતીએ બીજા દિવશે સાંજે હર્ષ ઠાકોર ને ફોન કર્યો.

અને મળવા બોલાવ્યો હર્ષ હોશે હોશે દિલમાં કેટલાય અરમાનો લઈને તેને મળવા પહોંચ્યો પરંતુ આ અરમાનો ખૂબ લાંબો સમય સુધી ટકવાના નહોતા હર્ષ પોતાનું એક્ટિવા લઇને દધીચી સર્કલ પાસે યુવતી ને મળવા પહોંચ્યો પરંતુ તે જ્યારે શીતલ નામની આ યુવતી ની પાસે પહોંચ્યો ત્યારે એક.

અજાણ્યો યુવક અચાનક ત્યાં આવી પહોંચ્યો અને હર્ષ ને બોલવા લાગ્યો કે તારો આ છોકરી સાથે શું સંબંધ છે એમ કહીને તેને ઘુસા અને લાતો થી માર મા!રવા લાગ્યો તો શીતલ પણ તે યુવક સાથે મળી હર્ષને અપશબ્દો બોલવા લાગી અને આ દરમિયાન યુવકે છ!રી કાઢીને હર્ષના ગળા પર મુકી.

મોબાઈલ અને પાકીટ માં રહેલા 500 રુપિયા પડાવી લીધા અને એવી પણ ધ!મકી આપી કે જો તું પોલીસ પાસે જઈશ તો હું તને જાનથી મા!રી નાખીશ હર્ષ ઠાકોરે આ સમગ્ર ઘટના બાદ માધવપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી તે યુવક અને શીતલ પર ફરીયાદ નોંધાવી માધવપુર પોલીસ સ્ટેશનના.

પીઆઈ ઘાસુરાએ ગણતરી ના કલાકોમાં આરોપીઓ ને ઝડપી લીધા અને તેમનો મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ યુવતીએ તેના પ્રેમીના કહેવા અનુસાર આ કાવતરું કર્યું હતું જેમાં શીતલ અને તેનો પ્રેમી બંને આ લુટંમા સામેલ હતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *