બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી આ સમયે ખૂબ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે મશહુર દિગ્ગજ અભિનેતા જાવેદ ખાન અમરોહી નું 70 વર્ષ ની ઉંમરે અવસાન થયું છે અંદાજ અપના અપના અને લગાનમા તેમના ભજવેલા પાત્રો ને કોઈ ભુલી નહીં શકે પોતાના દમદાર અભિનય અને અદાકારી થી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં.
સફળ સહાયક અભિનેતા રહ્યા જાવેદ ખાન એ કેટેગરીના કલાકાર હતા જેનું નામ ઘણા બધા લોકો જાણતા પણ નથી પરંતુ એમના દ્વારા ભજવાયેલા પાત્રો આજે પણ લોકો યાદ કરે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ઘણા બધા સહાયક એક્ટર છે પરંતુ એમાંથી કોઈ એક્ટર જ દર્શકોનુ દિલ જીતી શકે છે અને જાવેદખાન એમાંથી જ એક હતા.
જાવેદે પોતાના ફિલ્મી કેરિયરમાં 150 થી વધારે ફિલ્મો અને ઘણી બધી ટીવી સીરીયલ માં કામ કરેલું છે પરંતુ ઉંમર વધવાની સાથે તેમને અભિનય કરવાનું ઓછું કર્યું હતું મિડીયા રિપોર્ટ અનુસાર જાવેદખાન સ્વાસ્થ્ય સંબંધી બીમારીથી પીડાઈ રહ્યા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ પથારી વશ હતા તેમને શાંતાક્લુઝ ના સુર્યા.
નર્સીગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં જ તેમની સારવાર ચાલતી હતી પરંતુ એમના બંને ફેફસા ખલાસ થઈ ગયા હતા ત્યાં જ એમને અંતિમ શ્વાસ લીધા 14 ફેબ્રુઆરી ની સાંજે સાડા છ વાગે એમને ઓસીવારા કબ્રિસ્તાન માં દફન કરવામાં આવ્યા જાવેદ ખાન છેલ્લી વાર સાલ 2020 માં ફિલ્મ સડક 2 માં દેખાયા હતા જેમાં જાવેદ ખાને.
પાક્યા નું પાત્ર ભજવ્યું હતું જાવેદખાને પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન ઘણા બધા સુપરસ્ટાર સાથે કામ કરેલું હતું તેમનો અભિનય આજે પણ લોકોના હૈયામાં જીવંત છે તેમના આ સમાચાર સામે આવતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહીત ફેન્સ દુઃખ સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે.