જિંદગીમાં સફળતા એને મળે છે જેઓ કઠોર મહેનત કરે છે આપણે સંધ્યા ભીલાંના વિશે જણાવીશુ જેમણે કઠોર પરિશ્રમથી મોટી સફળતા મેળવી છે ગામની આ દીકરીએ આખા ગામનું ગર્વથી માથું ઊંચુ કર્યું છે ખુશીનો આ સમય લાવવા માટે સંધ્યાએ તનતોડ મહેનત કરી હતી ત્યારે આ સફળતા પર પહોંચી શકી છે.
સંધ્યા ભીલાંના મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પિપલ્યા રસોડા ગામની રહેવાસી છે સંધ્યા જયારે બીએસએફની વર્દીમાં પહેલી વાર પોતાના ગામ પહોંચી તો ગામના લોકોની ખુશીનો પાર ન રહ્યો ગામના લોકોએ સંધ્યાનું સ્વાગત બેન્ડવાજા ઢોલ નગાડા સાથે ઘોડાપર બેસાડીને કર્યું બધા ગામ લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા.
સંધ્યાએ પોતાના જીવનની શરૂઆત બહુ કઠિન પરિસ્થિતિનો સામનો કરીને કરી હતી પરિવારની સ્થિતિ આર્થિક રીતે સારી ન હોવાથી સંધ્યા ખેતરોમાં મજૂરી કરતી હતી કેટલાંક લોકો આર્થિક રીતે સક્ષમ ન હોય ત્યારે ભણતર છોડી દેછે પરંતુ અહીં સંધ્યાએ મજૂરી કરીને સાથે બીએસએફની તૈયારી કરી.
સંધ્યાના પિતા દેવચંદ એક મજુર માણસ છે એમણે ક્યારેય વિચાર્યું ન હતું કે એમની પુત્રી ફોજીની વર્દી પહેરશે પરંતુ સંધ્યાએ કરી બતાવ્યું અને પ્રથમ ટ્રાએ બીએસએફમાં પાસ થઈ સંધ્યા હમણાં બીએસએફની ટ્રેનિંગ પુરી કરીને ઘરે આવી ત્યારે પુરા ગમે વરઘોડો કાઢીને સંધ્યાનું સન્માન કર્યું હતું સંધ્યાને હવે નેપાળ અને ભૂટાન બોર્ડરે ફરજ બજાવશે.