ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ એનાલિસીિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન દેશની ગૃહિણીઓને રાષ્ટ્ર નિર્માત્રી ગણાવી હતી આ કેસ કઈ બાબતનો હતો અને શા માટે સુપ્રીમ કોર્ટે દેશની ગૃહણીઓને વંદન કર્યા એના વિશે અમે વિગતે વાત કરીશું પરંતુ સૌથી પહેલા આ સ્ત્રી શક્તિને સલામ કરીએ તમે તમારા ઘર અને આજુબાજુ નજર કરો તો સવારના બરાબરપાંચ વાગ્યા હશે ત્યારે આખો દેશ આખી દુનિયા અને કદાચ તમારું પોતાનું ઘર પણ હજી સપનાઓની દુનિયામાં ખોવાયેલું હોય છે ચારે તરફ એક નિરવ શાંતિ હોય છે પણ ઘરનો એક ખૂણો એવો હોય છે જ્યાં અંધારાને ચીરીને અજવાડું પ્રગટી ચૂક્યું હોય છે
એક સ્ત્રી કોઈપણ જાતના એલામ વગર રસોડામાં પહોંચી જાય શિયાળાની ગુલાબી ઠંડી હોય કે ઉનાળાનો બફારો તેનો આક્રમ ક્યારે તૂટતો નથી તવા પર પહેલી રોટલી શેકાઈ રહી છે અને એની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી છે. હજુ સુધી તેણે પોતે ચાનો એક ઘૂંટડો પણ પીધો નથી તે ત્યાં સુધી કશું જ નહીં જમે કે જ્યાં સુધી ઘરનો છેલ્લો સભ્ય તૃપ્ત થઈને જમી ન લે આ સ્ત્રીનું નામ દુનિયાની કોઈ મલ્ટીનેશનલ કંપનીના રજિસ્ટરમાં તો નથી તેને મહિનાના અંતે કોઈ સેલરી સ્લીપ પણ નથી મળતી તે કોઈ કાગળ પર ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ નથી કરતી અને તેની પાસે સમાજને બતાવવા માટે કોઈ મોટો હોદ્દો કે કેબિન પણ નથી છતાં જરા થોભવો અને એક ક્ષણ માટે શાંતિથી વિચારો કે જો એ સવારે ન જાગે તો શું આ દેશ કોઈપણ રીતે આગળ વધી શકે ખરો સવાલ એ છે કે આપણો આખો સમાજ જે મોટી મોટી સફળતાઓની અર્થતંત્રની અને પ્રગતિની વાતો કરે છે ને તેની ખરી કરોડ રજુ કોણ છે એક એવો આઈએસ ઓફિસર જે આખા જિલ્લાનું સંચાલન કરે છે અને લાખો લોકોના ભવિષ્યના નિર્ણયો લે છે તેના માટે સવારે સાત વાગ્યે ગરમ ટિફિન કોણ ભરી આપે એક એવો પ્રખ્યાત સર્જન જે બપોર પહેલા હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ત્રણ ત્રણ લોકોના જીવ બચાવે છે તેની પોતાની દવાઓ કોણે પ્રેમથી યાદ કરાવી છે આ દેશના ભવિષ્યને ક્લાસરૂમમાં બેસીને ઘડતા એ આદર્શ શિક્ષકના પોતાના બાળકો સમયસર શાળાએ પહોંચે અને ભણી ઘણીને આગળ વધે તેની ચિંતામાં પોતાની જાતને કોણ ભુલાવી દે છે
અને ગગનજુંબી ઈમારતો અને મેટ્રોના પાટા પોતાના લોહી પર સેવાથી બનાવતા એ મજૂરના હાથ થાકેલા તૂટેલા હાથોને રાત્રે માલિશ કરીને એ નવો ઉત્સાહ કોણ આપે છે આ બધા જ સવાલોનો જવાબ માત્ર અને માત્ર એક જ છે અને તે છે ઘરની એ સ્ત્રી જે ક્યારેક માં ક્યારેક પત્ની ક્યારેક બહેન તો ક્યારેક દીકરી બનીને ઊભી રહે છે જેને આ આખી દુનિયા બહુ જ સહજતાથી એક જ વાક્યમાં નકારી દે છે અને કહે છે કે તે તો માત્ર એક ગૃહિણી છે તે ક્યાં કઈ કામ કરે છે આપણે બધાય ગૃહિણીને એ અદ્રશ્ય તાકાત મહેનત અને તેના ત્યાગને અને તેની મમતાને ઘરની ચાર દિવાલોની રોજીદી ક્રિયા સમજીને ક્યારેય મહત્વ જ નથી આપ્યું હવે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી વખતે સમાજની આંખો ખોલી છે સૌથી પહેલા કેસની વિગતો જાણીએ અને એના પછી એની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે શું કહ્યું એ અમે તમને કહીશું 25 નવેમ્બર 2001 ની એ તારીખ હતી હરિયાણાના સિરસાથી ફતેહાબાદ જતી વખતે એક ભયાનક માર્ગ અકસ્માત થયો એ અકસ્માતમાં એક ઘરની માં પત્ની એક ગૃહિણી હંમેશા માટે આ દુનિયા છોડીને ચાલી ગઈ આ મામલો મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં પહોંચ્યો આ કાનૂની વ્યવસ્થાએ એ સ્ત્રીના આખા જીવનની તેની મમતાની તેની રાત દિવસની સેવાની કિંમત આંકી માત્ર 2,42હ000 રૂપિયા વર્તનની આ રકમથી પરિવાર નારાજ થયો તેમણે 2004 માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી લગભગ બે દશક સુધી આ પરિવારની અપીલ પેન્ડિંગ રહી વર્ષ 2011 માં લાગેલી એક આગમાં આ કેસના કાગળો અને રેકર્સ બળીને ખાક થઈ ગયા બસ ત્યારથી આ અપીલ અધરતા લટકી ગઈ હતી
એ પછી તો વર્ષો સુધી કેસની ફાઈલો ફરીથી તૈયાર કરવાનું કામ સતત ચાલતો રહ્યો સમય સરકતો રહ્યો આખરે 11મી ડિસેમ્બર 2024 ના દિવસે હાઈકોર્ટે આ મામલે ચુકાદો આપ્યો હાઈકોર્ટે વડતરની રકમ વધારીને વ્યાજ સાથે 8.43 43 લાખ રૂપિયા કરી આપી વાત અહી પૂરી નથી થઈ મહિલાના પરિવારને હજી સંતોષ ન થયો તેઓ ન્યાયની આશા સાથે સીધા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા લાંબી કાનૂની લડાઈ બાદ 11મી જૂને સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટે વર્તનની રકમ ફાઇનલ નથી કરી પરંતુ મહત્વની ટિપ્પણી કરી છે દેશની સર્વોચ્ચ અદાલતે પરિવારની જવાબદારી ઉઠાવતી મહિલાઓને માત્ર ગૃહિણી નહીં પરંતુ નેશન બિલ્ડર્સ એટલે કે રાષ્ટ્રનું નું નિર્માણ કરનારી વ્યક્તિ ગણાવી છે કોર્ટે ટકોર કરતા ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે જો કોઈ દુર્ઘટનામાં ઘરની જવાબદારી ઉઠાવતી ગુરુણીનું મોત થઈ જાય તો તેમણે ઘરમાં આપેલા યોગદાનની માત્ર ઘરકામ ગણીને ઉપેક્ષા ન કરી શકાય કેમ કે તે આખા પરિવારની સંભાળ લેતી હોય છે એટલે ખોટ બહુ મોટી હોય છે અને વળતર આપતી વખતે તેને એક અલગ અને મહત્વના હક તરીકે જોવું પડે મૂળ વાત તો એ છે કે ઘર ચલાવતી માતા કે પત્ની ભલે મહિને પગાર ઘરે ન લાવતી પરંતુ આખા પરિવારને સંભાળવાનું તેમનું યોગદાન ખૂબ જ અમૂલ્ય છે. આજ અદ્રશ્ય પરિશ્રમનું મૂલ્ય નક્કી કરવા માટે કોરટે મહિને 30હ000 રૂપિયાની અંદાજીત આવક ગણવાની વાત કરી છે. એટલે કે મૃત્યુના વળતરના કિસ્સાઓમાં આટલી માસિક આવકને ધ્યાનમાં રાખવી પડશે. આ રકમ માત્ર અકસ્માતના વળતર કેસ માટે જ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચે ગૃહણીઓના સન્માનમાં એક ખૂબ જ હૃદયસ્પર્શી વાત કહી છે તેમ બંને ગૃહણીઓ કોઈપણ સ્વાર્થ વગર જે ઘરકામ કરે છે તેની આર્થિક કિંમત પર ભાર મૂક્યો છે અમે ફરીથી કહીશું કે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ આખી વાત મૃત્યુના કેસમાં વળતર માટે છે ન્યાયાધીશોએ એક સુંદર આશા વ્યક્ત કરી કે હવે હવે ગૃહિણીઓ સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માત્રી તરીકે ઓળખાશે અદાલતે ટિપ્પણી કરી કે ગૃહિણીઓ માત્ર ઘર નથી ચલાવતી
પરંતુ દેશના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમના અમૂલ્ય યોગદાનનું મૂલ્યાંકન નાણામાં કેવી રીતે કરી શકાય સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે આપણે જે સફળ ઉદ્યોગપતિઓ લોકપ્રિય રાજકારણીઓ ચર્ચિત કલાકારો પ્રતિષ્ઠિત વકીલો અથવા પોતાના પરિવારના ભરણપોષણ માટે રોજીની મહેનત કરતો સામાન્ય માણસ જોઈએ છીએ તેમની સફળતાની ઈમારતના પાયામાં એવા અનેક લોકોનો ત્યાગ અને પરિશ્રમ સમાયેલો હોય છે જેઓ પોતે ચર્ચાના કેન્દ્રમાં આવતા જ નથી અદાલતે કહ્યું કે આ લોકો જ એ પાયાના પથ્થરો છે જેના પર અન્ય લોકોની સફળતાની ભવ્ય ઈમારતો ઊભી થાય છે ખાસ કરીને ગૃહિણીઓને ઘર સંભાળનારી વ્યક્તિઓ પરિવારને સંભાળે છે બાળકોના ઉછેરથી લઈને ઘરના સંચાલન સુધીની અસંખ્ય જવાબદારીઓ નિભાવે છે અને પરિવારના અન્ય સભ્યોને તેમના કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે મજબૂત આધાર પૂરો પાડે છે અદાલતે વધુમાં કહ્યું કે સમાજમાં જે લોકો દેશના વિકાસમાં યોગદાન આપતા દેખાય છે તેમની પાછળ પણ આવા અનેક અદ્રશ્ય હાથ કામ કરતા હોય છે તેમનું યોગદાન ઘણીવાર નજરે પડતું નથી પરંતુ તેમની મદદ અને સમર્પણ વિના અનેક સફળતાઓ શક્ય બની શકી ન હોત આજે દેશની સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું છે કે ગૃહિણીના પ્રેમ અને ત્યાગની કોઈ કિંમત ન હોઈ શકે પરંતુ તેના શ્રમને ગૌરવ આપવું એ આપણી નૈતિક ફરજ દુનિયાના બીજા દેશો પર નજર કરીએ ને તો ન્યુઝીલેન્ડ કેનેડા યુકે અને નોર્વે જેવા દેશો પણ હવે ગૃહિણીઓના આ શ્રમનું મૂલ્ય સમજી રહ્યા છે
પણ ભારતીય સંસ્કૃતિમાં જ્યાં સ્ત્રીને ઘરની ગૃહલક્ષ્મી અને સાક્ષાત શક્તિ માનવામાં આવે છે ત્યાં આ ચુકાદો આપણી સનાતન પરંપરા પર કાયદાના સમર્થન બરાબર છે જે સ્ત્રી તમારા આવતા પહેલા દરવાજો ખોલીને ઊભી રહે છે જે તમારા જમવાના વાસણો અને કપડા તૈયાર રાખે છે જે તમારી નાની નાની ચિંતાઓમાં પોતાની ખુશીઓ ભૂલી જાય તેની એ મહેનતને કદર કરજો તેના એ મહેનત મહેનતું હાથોને પકડીને આંખોમાં આંખો પરને એટલું ચોક્કસ કહેજો કે તું માત્ર આ ઘરની ચાર દીવાલો નથી સાચવતી તું આ આખા દેશનું નિર્માણ કરે છે તારું કામ એ માત્ર કોઈ ઘરકામ નથી એ આ દેશની સૌથી મોટી અદ્રશ્ય સેવા છે આજે દેશની સર્વોચ્ચ અદાલતે એ કરોડો અનામી સ્ત્રીઓને એક નવું સત્તાવાર અને અમર નામ આપ્યું છે. જેઓ સવારે પાંચ વાગ્યે જાગે છે અને રાત્રે 11 વાગ્યે સૌને શાંતિથી સુવડાવીને પોતે થાકીને પોડી જાય છે અદાલતની ટિપ્પણી એ વાત પર ભાર મૂકે છે કે ગૃણીઓ દ્વારા કરવામાં આવતું કામ દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં સીધો સિંહફાળો આપે છે તેના વિના સમાજનું માળખું ટકી શકતું નથી આ નિર્ણય એ કરોડો મહિલાઓના બલિદાન અને સમર્પણને સન્માનિત કરે છે