જમ્મુકાશ્મીરના પુંછ સેકટરમાં શહીદ થયેલા ખેડા જિલ્લાના હરીશસિંહ પરમારનો પાર્થિવ દેહ ગઈ કાલે પોતાના વતન કપડવંજના વણઝારીયા મુકામે લાવવામાં આવ્યો હતો દેહ વતનમાં લાવતા લોકોના ટોળા એમના વતન વણઝારીયા મુકામે ઉમટી પડ્યા હતા હરીશસિંહ પરમાર નાની ઉંમરે દેશ માટે શહીદ થઈ ગયા છે.
જમ્મુકાશ્મીરના પૂંછ સેક્ટરમાં ભારતીય આર્મી સાથે આંતકીઓની અથડામણ થઈ હતી આ અથડામણમાં હરીશસિંહ પરમારે શહીદી વહોરી હતી વણઝારીયા ગામના હરીશ પરમાર શહીદ થતા ગામમાં શોકની લાગણી છવાઈ ગયા હતી ત્યારે એમનો દેહ વતન લાવતા અંતિમ યાત્રામાં લાખોની વસ્તી જોડાઈ હતી.
માં ભોમની રક્ષા કાજે હરીશ પરમારે શહિંદી વહોરી લીધી હતી હરીશ પરમાર 2016માં ભારતીય આર્મીમાં જોડાયા હતા જયારે આ દરમિયાન દેશની સેવા કરતા તેઓ શહીદ થઈ ગયા છે જાણવા મળતી માહિતી મુજબ હરીશ પરમારને બે દિવસમાં ઘરે આવવા માટે રજા મળી હતી પરંતુ વધુ બરફ પડવાને કારણે તેઓ આવી શક્યા ન હતા આજે માં ભોમકાની રક્ષા કાજે શહિંદ થઈ ગયા છે.
હરીશ પરમારે પોતાના જીવની પણ પરવા કર્યા વગર 24વર્ષની ઉંમરે આ દેશની રક્ષા કાજે આજે શહીદી વહોરી લીધી છે એમની અંતિમ યાત્રામાં આખું ગામ તથા અજુબાજુના દેશભક્તો લાખોની સંખ્યામાં જોડાયા હતા ખરેખર ધન્ય કહેવાય કે આવા વિરલાઓને એ માં જન્મ આપે છે જેઓ દેશ મદેશ માટે જી!વ લેવા અને આપવા પણ તૈયાર હોય છે.