Cli
gujratikalakarchildhood

ગુજરાતી ગાયક કલાકારોની નાનપણથી લઈ અત્યાર સુધીની સફર અંગે જાણો.

Uncategorized

કહેવાય છે ને કોઈપણ વ્યક્તિ જન્મજાત સફળ નથી હોતું.ઉંમરની સાથે સમજણ અને મહેનત તેને સફળ બનાવે છે.દરેક વ્યક્તિના જીવનમાં સફળતા પહેલા સંઘર્ષ આવતો જ હોય છે.

આવું જ કઈ ટીવીના પડદે સુટમાં જોવા મળતા કલાકારોનું પણ છે.જો કે અહી આપણે બોલીવુડ કલાકારો ની નહિ પરંતુ ગુજરાતી ફિલ્મોના સિંગર અને અભિનેતાના જીવન અંગે વાત કરવાના છીએ.

હાલમાં જ આ કલાકારોના કેટલાક જૂના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ ફોટામાં કલાકારોને ઓળખવા પણ મુશ્કેલ બને તેમ છે.સામે આવેલા ફોટામાં કેટલાક કલાકારો સાવ પાતળા દેખાય છે,તો કેટલાક એકદમ નાના બાળક જેવું દેખાય છે.કોઈના પિતા પાસે કાર છે તો કોઈ સાવ સાધારણ કપડામાં જોવા મળી રહ્યું છે.

હાલમાં સામે આવેલા આ ફોટામાં વિક્રમ ઠાકોર એકદમ જ પાતળા દેખાય રહ્યા છે.બ્લુ શર્ટમાં હાથમાં માઇક સાથે તે સ્ટેજ પર જોવા મળી રહ્યા છે.સાથે જ વાત કરીએ રાજલ બારોટ અંગે તો જાણીતા ગાયક મણીરાજ બારોટની દીકરી રાજલનો નાનપણનો ફોટો સામે આવ્યો છે.જેમાં તે સ્કર્ટ ટોપ પહેરી ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે.અન્ય એક ફોટામાં તે પરિવાર સાથે કાર આગળ ઊભી રહી ફોટો પડાવતી જોવા મળી રહી છે.

વાત કરીએ ગીતા રબારી અંગે તો ગીતા રબારી નો નાનપણનો ફોટો સામે આવ્યો છે.આ ફોટામાં પણ તે પોતાના પરંપરાગત પહેરવેશમાં જોવા મળી રહ્યા છે.જેના પરથી કહી શકાય કે તેમને નાનપણથી જ પોતાના પહેરવેશ સાથે લગાવ છે.જો કે કિંજલ દવેના જૂના અને અત્યારના દેખાવમાં ખાસ ફરક નથી લાગી રહ્યો.

વાત કરીએ રાકેશ બારોટ અંગે તો તેમના નાનપણના અને અત્યારના દેખાવમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *