જો તમે ગુજરાતી ભજનોના શોખીન હશો અથવા તો તમે દૂરદર્શન પર સાંજે ૬:૩૦ કલાકે આવનારા ભજનો સાંભળ્યા હશે તો તમે હરી ભરવાડના નામથી પરિચીત હશો.ખૂબ જ નાની ઉંમરમાં હરી ભરવાડે ભજનોની દુનિયામાં ખૂબ નામના મેળવી હતી.આજે પણ આ કલાકાર પોતાના અવાજનો જાદુ લોકો પર ચલાવી રહ્યો છે.
પરંતુ કહેવાય છે ને કે પરિવારના સપોર્ટ વિના વ્યક્તિ કઈ જ ન કરી શકે.પરિવારમાં એક વ્યક્તિનો સપોર્ટ પણ તમારા સપનાને સાકાર કરવામાં મહત્વનો ફાળો આપી શકે છે. હરી ભરવાડના જીવનમાં આ સહારો બન્યા હતા તેના કાકા. હરી ના કાકા પોતે સંગીત સાથે જોડાયેલા હતા.કાકાને જોઈને જ હરીને સંગીતમાં રસ પડ્યો હતો.
ખેડા જિલ્લાના રહેવાસી હરીએ માત્ર ૭ વર્ષની ઉંમરે શાળામાં પ્રાર્થના,ભજન ગાવાની શરૂઆત કરી હતી.જે બાદ તેને હરિનો મારગ નામે એક ભજન આલ્બમ રજૂ કર્યો હતો.
હરી એ સંગીતની સાથે અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.તેને સાસરે લીલા લહેર નામની ફિલ્મમાં કામ કર્યું છે.જણાવી દઇએ કે વર્ષ ૨૦૧૪માં હરીને દિલ્હી તરફથી બેસ્ટ ચાઈલ્ડ સિંગર નો એવોર્ડ મળી ચૂક્યો છે.
હાલમાં હરી ભજનો સાથે પ્રેમના ગીતો પણ ગાય છે.હાલમાં તે લંડન તેમજ વિદેશના અન્ય શહેરોમાં પણ પ્રોગ્રામ કરે છે.આજે ૨૬ વર્ષની ઉંમરમાં હરીનો ખેડામાં એક સ્ટુડિયો પણ છે.
તેના પરિવારની વાત કરીએ તો હરી ભરવાડનો પરિવાર નડિયાદમાં રહે છે.પરિવારમાં માતાપિતા ઉપરાંત એક મોટો ભાઈ છે જે નડિયાદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.