Cli
devjoshi

વિક્રમ ઠાકોરનો ભત્રીજો આજે બની ગયો છે જાણીતો કલાકાર.

Uncategorized

સબ ટીવીની સિરિયલ બાલવીર માં બાલવીર નું મુખ્ય પાત્ર ભજવતા હેન્ડસમ બાળ કલાકાર ને તો તમે જાણતા જ હશો.દેવ જોષી નામના આ બાળ કલાકાર ના જીવન અંગે પણ તમને જાણ હશે જ.દેવ જોષીનો જન્મ ૨૮ નવેમ્બર ૨૦૦૨માં થયો હતો.તે હાલમાં મુંબઈમાં પોતાના માતાપિતા સાથે રહે છે તેમજ તેમને કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.આ તમામ બાબતો તમે કોઈને કોઈ સોશિયલ મીડિયા પર વાંચી જ હશે.

પરંતુ શુ તમે જાણો છો કે બાલવીર સિરિયલ થી બાળકોમાં લોકપ્રિયતા મેળવનાર દેવ જોષી ગુજરાતી નાટકો તેમજ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.જાણકારી અનુસાર દેવ જોષી એ માત્ર ૮ વર્ષની વયે જ પોતાના અભિનય કરિયર ની શરૂઆત કરી દીધી હતી.તેમને ગુજરાતી ફિલ્મ રાધા તારા વિના ગમતું નથીમાં રાહુલ નામના બાળકનું પાત્ર ભજવી લોકોનુ મન જીતી લીધું હતું.આ ફિલ્મમાં તે વિક્રમ ઠાકોરના ભત્રીજાના પાત્રમાં જોવા મળ્યા હતા.

આ સિવાય તેમને કેટલાક નાટકો અને જાહેર ખબરોમાં પણ કામ કર્યું હતું.

હિન્દી ટીવી સીરિયલ અંગે વાત કરીએ તો દેવ જોષીએ મહિમા શનિ દેવ કી સિરિયલ દ્વારા હિન્દી ટીવી સીરિયલ માં કરિયરની શરૂઆત કરી હતી.જો કે તેમને સબ ટીવીની સિરિયલ બાલવીર દ્વારા ઘર ઘરમાં લોકપ્રિયતા મળી.આ સીરિયલ માટે તેમને રામનાથ કોવિંદ દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

હાલમાં પણ દેવ જોષી ટીવીની દુનિયામાં સક્રિય છે અને બાલવીર સિરિયલ દ્વારા લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *