Cli

ગુજરાતમાં હજુ ભારે ગરમી પડશે, તાપમાન કેટલું ઊંચુ જશે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ અને ગરમી એક સાથે આવવાના છે અને આ હું એટલે કહી રહી છું કારણ કે તમને અહીંયા એક સિસ્ટમ દેખાતી હશે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ બહુ જ બધા વિસ્તારો પર અસર કરવાની છે સાથે તમે જુઓ કે બાંગ્લાદેશમાં એની તીવ્રતા ખૂબ વધારે છે એના કારણે આ બધા જ વિસ્તારો અને સાથે જ જે આપણે માલદીવસ છે એની આસપાસના વિસ્તાર છે એની આસપાસ જે છે ત્યાં એ સિસ્ટમ ક્રિએટ થયેલી છે

એટલે બંગાળની ખાડીને અરબી સમુદ્ર બંને જગ્યાએ કરંટ છે અને એના કારણે ગુજરાતમાં સંભવિત રીતના વરસાદ પડશે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે પડેલો વરસાદ આ હશે એટલે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે અતિભારે વરસાદની કોઈ આગાહી નથી પણ અત્યારે તો ભયંકર ગરમી પણ પડી રહી છે બે અલગ અલગ સિસ્ટમો પણ બની છે એ સિસ્ટમોની અસર પણ થવાની છે. આપણે ગરમી પર પહેલા ફોકસ કરીએ કારણ કે ગરમી ખૂબ વધારે વધવાની સંભાવના છે. આજના દિવસમાં 45ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદમાં અત્યારે વહેલી સવારે 30ડિગ્રી તાપમાન છે એના સિવાય ધીરે ધીરે તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે વપોર થતા સુધીમાં 42ડિગ્રી તાપમાન પહોંચશે. કચ્છમાં પણ એ સ્થિતિ રહેવાની છે. સૌરાષ્ટ્રમાં પણ એ સ્થિતિ રહેવાની છે.

સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ એ સ્થિતિ રહેવાની સંભાવના છે એટલે ગુજરાતમાં ભયંકર ગરમી આજે પણ પડવાની છે. હિટ વેવની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી એ હિટ વેવ હવે આગામી આખું અઠવાડિયું જે છે એટલે આજે પહેલી તારીખ છે તો સાતમી તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે. એના પછી સ્થિતિ બદલાય કારણ કે બે અલગ અલગ સિસ્ટમોમેન્ટ તમને જે બતાવી એ સિસ્ટમને કારણે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આ હાલત તમે જુઓ કે બીજી ત્રીજી તારીખ સુધીમાં પણ એ જ રહેવાની છે ટેમ્પરેચર જરા પણ ઓછું થતું નથી દેખાતું એટલે તમે જુઓ કે 42 43° સામાન્ય ટેમ્પરેચર લાગતું હોય છે એના પછી એ 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે અત્યારે અતિ ગરમી પડવાની છે

વચ્ચે વચ્ચે વરસાદ પણ પડવાનો છે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાનો છે સાથે જ સુપર અલનીનો એક્ટિવ થશે એટલે એની અસરો પણ દેખાશે ગરમી ભયંકર પડશે વરસાદ જે છે એ ઓછો થઈ જશે અને જે સિસ્ટમ બની છે માલદીવસની નીચે એ સિસ્ટમ ધીરે ધીરે ધીરે ઉપરની તરફ આવશે એટલે એ દક્ષિણના ભાગોથી થઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી થઈ અને ગુજરાતના દરિયાકાંઠામાં પ્રવેશ છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે અત્યારે તો ભયંકર ગરમીથી આપણે ત્રસ્ત રહેવાનું છે પાંચમી છઠ્ઠી તારીખ સુધી તમને આ જ સ્થિતિ દેખાતી હશે એટલે પાંચમી છઠ્ઠી તારીખ સુધી આપણે ગરમીનો અનુભવ કરવાનો છે વરસાદ પડવાની પણ સંભાવના છે પણ એકદમ સામાન્ય મધ્યમ વરસાદ હશે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે પડેલો વરસાદ હશે બાકી ક્યાંય વરસાદની ની આગાહી અત્યારે નથી અતિભારે વરસાદ નહીં પડે આપણે એને માવઠું પણ નહીં કહી શકીએ કારણ કે હવે એ ક મોસમી વરસાદ નથી પ્રી મોન્સુન એક્ટિવિટી છે.

ચોમાસા પહેલા જે થોડો ઘણો વરસાદ પડતો હોય છે અને જે વાદળો ઘેરાતા હોય છે એ વરસાદ પડવાનો છે એટલે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જવાની છે. બાકી અત્યારે ગરમી છે થોડીક વરસાદ પડવાનો છે. મે મહિનામાં અડધો મે મહિનો ખૂબ વધારે ગરમી અને અડધો મે મહિનો ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે અને એ પ્રી મોન્સુન એક્ટિવિટીના કારણે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે કેટલી ગરમી પડી રહી છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *