બોલીવુડમાં આવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે શરૂઆતમાં પોતાની જોરદાર એક્ટિંગથી બધાને મોહિત કર્યા પરંતુ પછી ક્યાંય ગાયબ થઈ ગઈ ખબરજ પડી અને આ લિસ્ટમાં ગ્રેસી સિંહનું નામ પણ સામેલ છે જેઓ લગાન ફિલ્મમાં દેખાયા બાદ મોટા પડદાથી દૂર થઈ ગઈ છે પરંતુ આજે કેટલીક સિરિયલોમાં જોવા મળે છે.
મિત્રો તમને જણાવી દઈએ ગ્રેસી સિંહે પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ લગાનથી કરી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી ગ્રેસી સિંહનું પાત્ર ગૌરી દર્શકોએ ખૂબ વખાણ્યું હતું ત્યારે તેઓ રાતો રાત ફેમસ થઈ ગઈ હતી ફિલ્મમાં શાનદાર અભિનય માટે લગાન ઓસ્કાર માટે પણ પસંદ કરવામાં આવી હતી.
ગ્રેસી સિંહે એકવાર ન્યૂઝથી વાત કરતા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ડાન્સર બનવા માંગતિ હતી પરંતુ નસીબમાં કદાચ કંઈક બીજું હતું અને તેઓ અભિનેત્રી બની ગઈ તેને ક્લાસિકલ ડાન્સ પસંદ હતો લગાનના શૂટિંગ દરમિયાન તેનો મોટાભાગનો સમય રિહર્સલમાં પસાર થતો હતો તેઓ ખાસ કોઈ સાથે વાત કરતી ન હતી.
પરંતુ અફસોસની વાત એ છેકે ફિલ્મ લગાન સુપરહિટ થયા બાદ પણ ગ્રેસી સિંહનું કરિયર બોલિવૂડમાં આગળ ન વધ્યું મોટા પડદા પદ સફળતા ન મળતા તેઓ નાના પડદા પર ટીવી સિરિયલોમાં કામ કરવા લાગી કેટલાક રિપોર્ટ્સની મુજબ હવે ગ્રેસી સિંહ સ્ટેજ શો કરે છે અને બાળકોને શાસ્ત્રીય નૃત્ય પણ શીખવે છે.