અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ નો ભવ્ય શપ્તાદી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભવ્ય રીતે 600 એકર જમીનમાં 200 એકરમાં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામા આવ્યુ છે વિશ્ર્વભરમાં થી માણસો મોટી સંખ્યામાં રોજ લાખોમાં ભાવિકો ઉમટી પડે છે.
ત્રણ લાખ જેટલા એન આર આઈ પણ પ્રમુખસ્વામી નગરમાં આવી ચુક્યા છે 30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા સાથે દિલ્હી અક્ષરધામ જેવી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ગ્લોબ ગાર્ડન બાળનગરી લાઈટ એન્ડ લાઈટ સાઉન્ડ શો જેવા જોવાલાયક નજારા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
એસપી રીંગ રોડ ભાડજ સર્કલ થી ઓગણજ સર્કલ સુધી સ્વયંમસેવકો મોટી સંખ્યામાં અહીં સેવા આપી રહ્યા છે અહીં દેશભરમાં થી નામી અનામી કલાકારો રાજનેતાઓ અને લોકો પ્રમુખસ્વામી ના દર્શન કરવા આવી ને પ્રમુખ નગરમાં ફરી ધન્યતા અનુભવી રહ્યા છે ગુજરાતી કલાકારો પણ અહીં આવી.
બાપાના ગુણગાન ગાતા જોવા મળ્યા છે ગીતા રબારી કિંજલ દવે અલ્પાબેન પટેલ જેવા ઘણા કલાકારોએ પ્રમુખ સ્વામી નગર ની મુલાકાત કરીને બાપા માટે ખાસ શબ્દો કહ્યા હતા એ વચ્ચે તાજેતરમાં ગુજરાતી ફેમસ સિગંર જીગરદાન ગઢવી પણ પોતાના પરીવાર સાથે પ્રમુખ સ્વામી નગર ની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
આ શપ્તાદી મહોત્સવ અંગે તેઓ વાત કરતા ભાઉક થયા હતા તેમને જણાવ્યું હતું કે અક્ષરધામ હુમલા બાદ પણ બાપાએ વિશ્ર્વને શાંતિ ની અપીલ કરી હતી તેમને હંમેશા પોતાના જીવનથી લોકોને શાંતિ નો સંદેશ આપ્યો છે આજે ભલે આપણી વચ્ચે બાપા નથી તેમના વિચારો આજે પણ લોકહૈયામા જીવંત છે.
જીગરદાન ગઢવી એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પ્રમુખસ્વામી નગર ની તસવીરો અને વિડીઓ શેર કર્યા છે તેઓ પોતાના પરીવાર સાથે હળવાશ ની પળો માણતા જોવા મળે છે તેમને બાપા ને યાદ કરતા એક ભજન પણ ગાયું હતું મારા મન મંદીર આવો ને આ દરમિયાન તેમને આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારું પરફોર્મન્સ ચાલતું એ.
જગ્યા એ લોકો એકઠા થઇ ગયા હતા બાપાને યાદ કરતા મારી આંખો માં આશુ આવી ગયા હતા પ્રમુખ સ્વામી મહારાજ ની આ જગ્યા પર સ્વયંસેવકો ની સેવા થી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા અને સેવાભાવી લોકો નો આભાર માનતા તેમને જણાવ્યું હતું કે આટલા લોકોની અવરજવર વચ્ચે પણ સેવકોના ભાવ બદલાતા નથી તેઓ લોકો સાથે.
સારું વર્તન કરે છે ખરેખર લોકોના ભાવ પણ બાપા સાથે જોડાયેલા છે હું પ્રમુખ સ્વામી નગર આવી ધન્ય થઈ ગયો તેમને પ્રમુખ સ્વામી નગર ની મુલાકાત ની તસવીરો શેર કરી છે જેના પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે વિડીઓ પર લોકોએ ખુબ પસંદ કર્યો છે જેમાં તેઓ પ્રમુખ સ્વામી નગર ની ઝાંખી દેખાડી રહ્યા છે.