બોલીવુડ કપલ વચ્ચે તલાક થવા એ કોઈ નવી વાત નથી. દર બે દિવસે કોઈને કોઈ કપલના તલાકની વાત સામે આવતી જ હોય છે પરંતુ આજે અમે બોલીવુડ કપલ નહિ પરંતુ હોલિવુડ કપલના તલાક અંગે વાત કરવાના છીએ.
બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં આ જ કપલના પરિવારથી તલાકની ખબર સામે આવી રહી છે.જાણકારી અનુસાર પ્રિયંકા ચોપડાની જેઠાણી સોફી જે હોલીવુડની જાણીતી અભિનેત્રી છે તે તલાક લેવા જઈ રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રિયંકા ચોપરા ના તલાક ની સાચી માહિતી
રિપોર્ટ અનુસાર જો જોનાસ અને સોફી વચ્ચે કોઈ ગંભીર બાબત બની છે જેને કારણે પતિ પત્નીએ લગ્નના ૪ વર્ષ બાદ તલાક લઈ અલગ થવાનો નિર્ણય કર્યો છે મળતી માહિતી અનુસાર જો જોનાસે લોસ એન્જેલસમાં એક વકીલ સાથે આ અંગે વાત પણ કરી છે.
ખાસ વાત તો એ છે કે સોફી અને જો બે બાળકોના માતાપિતા છે સોફી એ વર્ષ ૨૦૨૦માં પહેલા બાળકને જન્મ આપ્યો હતો. તેમની દીકરીનું નામ વિલા છે.જે બાદ સોફી વર્ષ ૨૦૨૨માં ફરીવાર મા બની હતી.એવામાં સોફી અને જો જોનાસ ના આ નિર્ણય ને કારણે તેમના ચાહકોને મોટો ઝટકો લાગે તે સ્વાભાવિક છે.
વાત કરીએ સોફી અને જો જોનાસ ના લગ્ન અંગે તો બંનેએ એકવાર સિક્રેટ મેરેજ કર્યા હતા. જે બાદ વર્ષ ૨૦૧૯માં પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા.જણાવી દઇએ કે સોફી ટર્નર એક અભિનેત્રી છે તો જો જોનાસ એક સિંગર છે.આ બંનેની જોડીને હોલીવુડમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે જો કે બંનેના તલાક ની વાત સાચી છે કે માત્ર અફવાહ એ અંગે કોઈ ચોક્કસ જાણકારી હજી આપવામાં આવી નથી.