કોઈએ સાચું જ કહ્યું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક જ ઝટકામાં માણસને જમીન પરથી આકાશની ઊંચાઈએ અને આકાશથી જમીન પર લાવી શકે છે. હાલમાં આવું જ કંઈક ટીવીના પોપ્યુલર અભિનેતા સંજય ગાંધી સાથે થયું છે. ટીવીની જાણીતી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં દાદાનો રોલ નિભાવતા સંજય ગાંધી હાલમાં પાઈ પાઈ ના મહોતાજ થયા છે. તેમની પાસે ભાડું ચૂકવવાના પણ પૈસા નથી. તે પોતાનું ઘર ગીરવી મુકવાની સ્થતતિમાં છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ટીવી પર સૌથી લાંબા સમય સુધી પ્રકાશિત થનારી સીરીયલ છે 2009 માં શરૂ થયેલી આ સીરીયલ સુધી લોકો માણી રહ્યા છે. આ સિરિયલમાં તેમણે દદાજીનું પાત્ર ભજવ્યું હતું.
આ સિવાય સંજય ગાંધીએ અનેક મોટા શો ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે જો કે હાલમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે તેમને ઘર ગીરવે મૂકવાની નોબત આવી ગઈ છે. હાલમાં થોડા સમય પહેલાં સંજય જનક ટીવી શો માં જોવા મળ્યા હતા.ઇ ટાઈમ્સને આપવામાં આવેલ ઇન્ટરવ્યૂ દરમિયાન સંજય જણાવ્યું કે જનક સીરીયલ દરમ્યાન તેમણે 20 દિવસના કામ માટે કહેવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેમને થોડા સમયના બ્રેક પછી બોલાવવામાં આવશે એવું કહેવામાં આવ્યું. હવે ૯ મહિના થયા છતાં તેમના તરફથી મને બોલાવવામાં આવ્યો નથી ન તો આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી છે.
તમને કહ્યું કે મેં મારા ટ્રેકની ફરીથી શરૂ થવાની રાહ જોઈ જો મારી જરૂર જ નહોતી તો મને પહેલા જ જણાવી શકતા હતા. આગળ આ અંગે વાત કરતા સંજયે કહ્યું કે શહેરમાં રહેવા માટે મને પૈસાની જરૂર છે, મારી પાસે ઇન્કમના સ્ત્રોત નથી.મહામારી દરમિયાન ઘણા અભિનેતાએ સ્ટ્રગલ કરી છે અને મેં પણ આ દરમિયાન મારી બચત પૂરી કરી દીધી હતી.
તેમણે કહ્યું કે હું હાલમાં અંધેરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહું છું અને મારી પાસે ભાડું ચૂકવવાના પૈસા નથી હું ભાડું ચૂકવવા માટે મિત્રોથી ઉધાર લઈ રહ્યો છું.વધુમાં તેમને કહ્યું કે હું મીરારોડ સ્થિત મારા ઘરે મૂકવાની હાલતમાં છું. મારે પૈસાની ખૂબ જ જરૂર છે અને મારે નવો પ્રોજેક્ટ પણ શરૂ કરવો છે. જે માટે મેં જનક સીરિયલ દીધી છે. મને આશા છે કે મને જલ્દી જ કોઈક સારું કામ મળી જશે. સંજય ગાંધીએ નાગિન 4, મેરી આશિકી તુમસે હી જેવી સીરિયલમાં પણ કામ કર્યું છે.આ ઉપરાંત હેટ સ્ટોરી 3 જેવી ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા.