Cli

ચાંદખેડાના ઢોસાકાંડમાં બાળકીના PM રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો!

Uncategorized

5મી એપ્રિલના રોજ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ઢોસા કાંડ સામે આવ્યો હતો. આ ઢોસા કાંડને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. શહેરના ચાંદખેડામાં આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવીને ઘરે ઢોસા બનાવ્યા બાદ પ્રજાપતિ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી. જેમાં પરિવારના બે બાળકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં હવે શનિવારે મિસ્ટીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળ્યો છે જેમાં મિસ્ટીના શરીરમાં એસીનેટો બેક્ટર બાઉમાની નામના ખતરનાક બેક્ટેરિયાની હાજરી મળી છે

તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી જે ચકચાર મચાવનાર ઢોસા કાંડ થયો હતો તેમાં પોલીસ તપાસમાં એક ચોકાવનારો ખુલાસો હવે થયો છે આ દુર્ઘટનામાં ભોગ બનેલી બાળકી મિસ્ટીના પેટમાંથી એસીનેટોબેક્ટર બહુમાની નામનો અત્યંત ઘાતક બેક્ટેરિયા મળી આવ્યો છે આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર પ્રકારનું સેપ્ટીસેમિયા એટલે કે લોહીમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું જેને પગલે ફેફસામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી અને તે આખા ઇન્ફેક્શનના કારણે કાર્ડિયો રેસ્પિરેટરી ફેલ્યોર એટલે કે હૃદય અને શ્વાસ બંધ થઈ

જવાની સમસ્યા થતા બાળકીય જીવ ગુમાવ્યો છે આ વાત પીએમ નોટ પરથી સ્પષ્ટ થઈ ખીરાકાંડના લેટેસ્ટ પોલીસ નિવેદન અને પીએમ રિપોર્ટ બાદ સમગ્ર કેસમાં મેડિકલ પુરાવાઓ ખૂબ જ મજબૂત બન્યા છે. આ ઘાતક બેક્ટેરિયા બાળકીના શરીરમાં ખીરાના માધ્યમથી અથવા કોઈ અન્ય રીતે કઈ રીતે પ્રવેશ્યા તે દિશામાં હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચાંદખેડા પોલીસ આ પીએમ રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી રહી છે જેને પગલે આગામી દિવસોમાં જવાબદારો સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. હવે આપણે જાણીએ કે આખો મામલો હતું શું તો ચાંદખેડાની મારુતી પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ પરિવાર માટે ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું તેઓ ખીરું લાવ્યા હતા ઢોસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી

અને બે બાળકીએ જીવ ગુમાવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે પોલીસે અકસ્માતનો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને એફએસએલની ટીમે ડેરી અને પરિવારના ઘરેથી ખીરું વાસણો બાળકોની દવા કપડા સહિતના સેમ્પલ કબ્જે કર્યા છે સાથે જ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ કરી રહી છે કે વિમલ પ્રજાપતિ ખીરું લઈને સીધા ઘરે ગયા હતા કે પછી અન્ય કોઈ જગ્યાએ રોકાયા હતા પોલીસને શંકા છે કે મામલો માત્ર ફૂડ પોઈઝનિંગનો નથી અને પાછળ કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે અને હાલમાં આપને જણાવી દઈએ કે અમદાવાદ જેવા મહાનગરોમાં સતત જે ક્રાઈમ રેટ છે તે વધી રહ્યો છે કેમ કે એક તરફ લોકોમાં આજે વેબ સિરીઝો છે

જે સિરીયલો છે તેનો પ્રભાવ વધી રહ્યો છે તો બીજી તરફ લોકોમાં એક સહિષ્ણુતાનું જે પ્રમાણ છે તે પણ ખૂબ ઓછું થઈ રહ્યું છે અને આ કારણે લોકો નાની નાની માત્ર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે એકબીજાનો જીવ લેવા તૈયાર થઈ જાય થઈ જાય છે અને તેમાં પણ હવે તો દાંપત્ય જીવનમાં પણ આવા જે મર્ડરના કેસો પણ હવે નોંધપાત્ર રીતે તેની સંખ્યામાં વધારો થયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર હ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *