સ્ટેટ ઓફ હોરમુસ બંધ હોવાના કારણે ભારત સમક્ષ ભયંકર ઉર્જા સંકટ તેના દ્વારે આવીને ઊભું છે દેશના વિવિધ પેટ્રોલ પંપો પરથી લાંબી લાઈનોના વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર જે છૂટ આપવામાં આવી હતી તેને વધારવાની હવે ચોખી મનાઈ ફરમાવી દેવામાં આવી છે આ કારણે ભારત સમક્ષ જે ઉર્જા સંકટના વાદળો ઘેરાયા છે
તે વધારે ઘેરા બન્યા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શુપાળ માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું હતું જ્યારે ઈરાન દ્વારા સ્ટેટ ઓફ હોરમુસ કે જે વિશ્વનું સૌથી મહત્વનું ચોકપોઈન્ટ છે જ્યાંથી વિશ્વનું 20% જેટલું ક્રૂડ ઓઇલ અને એલપીજી પસાર થતા હતા તેને બંધ કરી દેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત વધારો થાય છે. ભાવ 100 ડોલરને કુદાવી ચૂક્યા હતા. ત્યારબાદ અમેરિકાએ ભારત સહિત વિકાસશીલ દેશોને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર મંજૂરી આપી હતી. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવો નિયંત્રણમાં રહે પરંતુ હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની છૂટને લંબાવવાની ચોખી ના પાડી દેવામાં આવી છે
. ઈરાન યુદ્ધ અને હોરમુ સ્ટેટમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાયેલો હોવાથી ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ આ છૂટ ચાલુ રાખવા વિનંતી કરી હતી. યુરોપિયન દેશો તો બીજી તરફ ઈચતા હતા કે રશિયા પરના પ્રતિબંધો કડક રહે જેથી તેને યુક્રેન યુદ્ધ માટે ફંડિંગ ન મળે અંતે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ છૂટને આગળ ન વધારીને તેને સત્તાવાર રીતે ખતમ થવા દીધી છે આનાથી રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર દબાણ વધશે અને હવે જે દેશો પાસે ક્રૂડ ઓઇલનો જથ્થો ખૂબ ઓછો રહી ગયો છે જેમ કે ભારત છે, ઇન્ડોનેશિયા છે, સાઉથ કોરિયા છે
તેમની પર ખરા અર્થમાં અગ્નિ પરીક્ષા હવે તેમની શરૂ થવા જઈ રહી છે. તો વાત કરીએ પશ્ચિમ એશિયાની તો પશ્ચિમ એશિયામાં હવે તમામ જે મોહોરા હતા તમામ જે પ્લેયર્સ હતા તમામ જે દેશો હતા તેમણે ફરી એકવાર યુદ્ધ શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર ઈરાને પણ હવે પોતાની જે બેલેસ્ટિક મિસાઈલોના જે લોન્ચર છે તેમને ફરી એકવાર તેને પણ તેમણે મરામત કરી દીધી છે. વાત કરીએ સાઉદી અરેબિયાની તો સાઉદી અરેબિયાએ પણ પાકિસ્તાન સાથે સહયોગ વધારીને પોતાની પૂર્વીય સીમા પર પાકિસ્તાનની જે સેના છે તે ખૂબ મોટાપાએ તેણે તેનાત કરેલી છે અને સાઉદી અરેબિયા દ્વારા પણ આગામી સમયમાં જો યુદ્ધ ભડકે તો તેને લઈને પણ તેણે ફૂલપ્રૂફ તૈયારી કરી લીધી છે. વાત કરીએ યુએઈની તો અરેબિયન પેનેન્સુલામાં હાલમાં સાઉદી અરેબિયા અને યુએઈ અલગ અલગ દિશામાં ચાલી રહ્યા છે અને બંને વચ્ચે હાલમાં ખાઈ વધી રહી છે. ત્યારે યુએઈ દ્વારા ઇઝરાયેલ સાથે સહયોગ વધારવામાં આવ્યો છે અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનીયા આ ભીષણ યુદ્ધ વખતે તેઓ યુએઈના પ્રવાસે પણ જઈને આવ્યા હતા
અને યુએઈમાં હવે આયન ડોમ એર ડિફેન્સ સિસ્ટમને પણ તેનાત કરી દેવામાં આવી છે આમ યુએઈએ પણ હવે તૈયારી કરી લીધી છે. વાત કરીએ મહાસત્તા અમેરિકા અને તેના મિડલ ઈસ્ટમાં સહયોગી દેશ ઇઝરાયેલની તો બંને દેશોએ જબરજસ્ત તૈયારીઓ આવતા અઠવાડિયાના અંતમાં ઈરાન પર હુમલો કરવાની કરી દીધી છે. B2 રેડર બોમ્બર વિમાનો હોય કે પછી F35 વિમાનો હોય આ તમામ વિમાનોની તેનાથી હાલમાં મિડલ ઈસ્ટમાં વધારી દેવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ એ સ્તરની તૈયારી થઈ રહી છે
કે જ્યારે ફેબ્રુઆરીના અંતમાં ઈરાન પર અમેરિકા દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી આમ આવતા અઠવાડીએ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ ભણકે તેવા એંધાણ છે કેમ કે ઈરાન સ્ટેટ ઓફ હોરમુસ પર તેનું નું નિયંત્રણ છોડવા તૈયાર નથી અને ઈરાને તો હવે એ પણ તૈયારી કરી લીધી છે કે આગામી સમયમાં એક એવું ઇન્સ્ટીટ્યુશન બનાવવામાં આવશે કે જે પણ જહાજો જે પણ દેશોના જહાજો સ્ટેટ ઓફ હરુઝમાંથી પસાર થશે તેમની પાસેથી ટોલ ઉઘરાવી શકાય અપેક્ષા રાખીએ કે ભયંકર ભીષણ યુદ્ધ ફરી એકવાર ફાટી ન નીકળે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર હ