આને સારા સમાચાર કહેવા કે ખરાબ એ ખેડૂત નક્કી કરશે પણ ખરેખર વરસાદે છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં જોરશોરથી વરસવાનું ચાલુ કર્યું હતું એવું બની શકે કે અમુક વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો હોય પરંતુ સૌરાસ્ટ્રના અમુક ગામડાઓમાં તો જોરશોરથી વરસાદ આવ્યો હતો બસ આજે એના માટે ડેમ અને ગુજરાતના ગામડાઓ માં એલર્ટ જાહેર કરાયુ છે એની જાણકારી નીચે આપેલ છે.
રાજયમાં છેલા એક સપ્તાહથી ગુજરાતમાં દરેક જગાએ હળવો અને ભારે વરસાદ વરસ્યો છે ખેડૂતો તો જોરદાર રાજીના રેડ થઈ ગયા છે આજે ગુજરાતનાં 206 જળાશયો 61 ટકાથી પણ વધારે ભરાઈ ચૂક્યા છે આપળી બધાની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 51 ટકા ભરાઈ ગયો છે વરસાદની અલર્ટ આપતી ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થતાં ભારે હોબાળો સર્જાયો હતો છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નોધપત્ર વરસાદ વરસ્યો હતો.
સૌરાસ્ટ્રનો સૌથી મોટો ડેમ ભાદર ડેમ પણ ઓવર ફ્લો થઈ ગયો હતો જેથી એકદમ ગઈ કાલે 2 વાગે જેવા આ ડેમના 59 દરવાજા ખોલવા પડ્યા હતા એટલું બધુ પાણી આવી ગયું હતું કે સાથે સાથે 17 ગામોને એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી પણ આવીજ રીતે વરસાદ વરસશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે એટ્લે ખેડૂતો માટે તો આ ખુશીના સમાચાર કેવાય જેની તમારે જાણ લેવી જોઇયે બીજું કે જેટલો વરસાદ પડે એતો ખરેખર ખેડૂતો માટે બહુ ખુશીની વાત છે વરસાદ કોઈ નુકસાન કર્યા વગર પડતો રહે બસ એજ ગુજરાતનાં ખેડૂતોની આશા છે બસ આવી રીતે વરસાદ ગુજરાતનાં ખૂણે ખૂણે આવતો રહે એવી ભગવાનને પ્રાર્થના કરીયે.