અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં હવે 23 વર્ષીય યુવા ક્રિકેટર દીર્ઘ પટેલનું નામ પણ સામે આવ્યું છે. દીર્ઘ ઈંગ્લેન્ડમાં લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબ માટે રમતો હતો સમાચાર મળ્યા પછી લીડ્સ ક્લબે ઊંડા શોક વ્યક્ત કર્યો અને દીર્ઘને શ્રદ્ધાંજલિ આપી. તેને એક આશાસ્પદ ખેલાડી તરીકે વર્ણવવામાં આવ્યો, જેની હંમેશા ખોટ રહેશે.
