Cli

22 હજાર ગુજરાતી મતદારોએ ભવાનીપુરમાં કેવી રીતે પલટાવ્યું પાસું?

Uncategorized

અમે તમને તમારા સપનાને વાસ્તવિકતામાં બદલવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. કે.આર. મંગલમ યુનિવર્સિટી સાથે તમારી આકાંક્ષાઓને પાંખો આપો.પશ્ચિમ બંગાળની 2026ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર કોલકાતાની ભવાનીપુર બેઠક પર થયો. મમતા બેનર્જીની પોતાની બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારીએ તેમને 15,105 મતોથી હરાવ્યા.

એવું માનવામાં આવે છે કે આ જીત માત્ર શુભેન્દુની મહેનત નથી, પરંતુ અમિત શાહની રણનીતિ અને ભવાનીપુરના 22,000 ગુજરાતી મતદારોને કારણે મળી છે. ભવાનીપુરને ‘મિની ઈન્ડિયા’ પણ કહેવામાં આવે છે. અહીં બંગાળીઓની સાથે ગુજરાતી, મારવાડી, રાજસ્થાની, બિહારી અને શીખ સમુદાયના લોકો વસેલા છે. ખાસ કરીને ગુજરાતી અને મારવાડી મતદારોની સંખ્યા આશરે 22-22 હજાર જણાવવામાં આવી છે. આ વેપારી સમુદાય છે જે પરંપરાગત રીતે ભાજપ અને હિંદુત્વની વિચારધારાની નજીક માનવામાં આવે છે. મમતા બેનર્જીએ પોતાની બેઠક બચાવવા માટે ગુજરાતી-મારવાડી નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી, તેમને બંગાળ પરિવારનો હિસ્સો ગણાવ્યા હતા

, પરંતુ અમિત શાહના પ્લાનિંગ સામે તેઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા.તો સર, મારો તમને સીધો સવાલ છે કે બંગાળમાં જે રીતે અત્યારે સ્થિતિ સર્જાઈ રહી છે, મમતા બેનર્જીએ પૂરો પ્રયત્ન કર્યો તેમ છતાં જે પરિસ્થિતિ બની છે તેના પર મમતા બેનર્જી રાજીનામું આપવાની ના પાડી રહ્યા છે. આગળ કેવી સ્થિતિ બનશે?જુઓ, કોઈ મૂંઝવણ નથી, સ્થિતિ સ્પષ્ટ છે. આમાં બે બાબતો છે. જેમ તમે શરૂઆતમાં કહ્યું કે મમતા બેનર્જી જે હાર્યા છે તેની સ્ક્રિપ્ટ ખુદ અમિત શાહે લખી છે. શુભેન્દુ અધિકારી પોતે પણ કહી ચૂક્યા છે અને અમિત શાહે પણ કહ્યું હતું કે તેમણે જ નિર્દેશ આપ્યો હતો કે તારે મમતા સામે લડવાનું છે અને તેમને હરાવવાના છે. આ માટે તેમણે એક ખાસ ટીમ લગાવી હતી. દરેક બૂથ પર પોતાના ઓબ્ઝર્વર બેસાડ્યા હતા જે સીધા અમિત શાહને રિપોર્ટ કરતા હતા, અન્ય કોઈ મેનેજમેન્ટ ટીમને નહીં. અમિત શાહ પળપળની ખબર લેતા હતા.બીજી વાત એ કે જે ગુજરાતી અને મારવાડીઓ છે (આશરે 25,000 મારવાડી પણ ત્યાં છે), તેમના અગ્રણીઓ સાથે તેમણે બેઠકો કરી અને ચર્ચા કરી.

જ્યારે મમતા બેનર્જીને ખબર પડી ત્યારે તેમણે પણ તેમને સાધવાનો પ્રયત્ન કર્યો. પણ સમસ્યા એ હતી કે આ લોકોને અગાઉ ક્યારેય મત આપવા દેવામાં આવતો નહોતો. તેમના ઘર કે સોસાયટીની બહાર અગાઉ તૃણમૂલના ગુંડા ઉભા રહી જતા અને કહેતા કે ‘કાકા તમારો વોટ પડી ગયો છે, હવે તમે ઘરે જાઓ’ અને તેમના નામે બોગસ વોટિંગ થતું હતું. આ વખતે તેમને ખાતરી આપવામાં આવી કે તમે જાઓ, તમને કોઈ રોકશે નહીં. વેપારીઓ લડાઈ-ઝગડાથી દૂર રહેતા હોય છે, એટલે તેમને કહેવામાં આવ્યું કે તમે સવારે 7 થી 11 ની વચ્ચે તમારા વોટ નાખી દો. ભાજપના એક મોટા નેતાએ જણાવ્યું કે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપના તમામ મતો ત્યાં પડી ચૂક્યા હતા.હવે રહી વાત મમતા બેનર્જીના રાજીનામું ન આપવાની, તો તેનો કોઈ અર્થ નથી. કારણ કે ચૂંટણી પંચે નવી વિધાનસભાના ગઠનની સૂચના જાહેર કરી દીધી છે અને 293 ધારાસભ્યોની યાદી આપી દીધી છે (એક બેઠક પર ચૂંટણી થઈ નથી). હવે જૂના ધારાસભ્યો ધારાસભ્ય રહ્યા જ નથી. જ્યારે મુખ્યમંત્રી પોતે જ ધારાસભ્ય ન રહ્યા હોય, તો તે પદ પર કેવી રીતે રહી શકે? બંધારણની કલમ 164 મુજબ રાજ્યપાલ પાસે ઘણી સત્તા છે,

તે જ્યારે ઈચ્છે ત્યારે તેમને હટાવી શકે છે.શુભેન્દુ અધિકારીએ પણ જીત્યા બાદ કહ્યું હતું કે મને હિંદુઓ, બિહારીઓ અને ગુજરાતીઓએ જીતાડ્યો છે. આ 22,000 ગુજરાતીઓની વાર્તા એ જ છે કે તેમને પહેલીવાર મુક્તપણે મત આપવા દેવામાં આવ્યો. અગાઉ ડાબેરીઓના શાસનમાં અને પછી મમતાના સમયમાં પણ તેમને ડરાવીને રોકવામાં આવતા હતા.

ભવાનીપુરથી મમતા સતત જીતતા હતા કારણ કે ત્યાં બોગસ વોટિંગ થતું હતું. આ વખતે ચૂંટણી પંચ અને અમિત શાહે સુનિશ્ચિત કર્યું કે લોકો નિર્ભય થઈને બૂથ સુધી પહોંચે. આ ભયનું વાતાવરણ ખતમ થયું એટલે ગુજરાતી અને મારવાડીઓ મોટો ઉલટફેર કરવામાં સફળ રહ્યા.બીજું એક કારણ ‘SIR’ (મતદાર યાદીની સફાઈ) પણ છે. અગાઉ મમતા 57,000 મતોથી જીત્યા હતા, પણ તપાસમાં જાણવા મળ્યું કે 47,000 મતદારો એવા હતા જે કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા બહાર રહેતા હતા, છતાં તેમના નામે વોટ પડતા હતા. જ્યારે આ 47,000 બોગસ નામો યાદીમાંથી હટાવવામાં આવ્યા, ત્યારે મમતાની લીડ આપોઆપ ઘટી ગઈ. આમ, બોગસ વોટિંગ અટકવું અને ગુજરાતી-મારવાડીઓનું બહાર નીકળીને મતદાન કરવું એ મમતા બેનર્જીની હારના મુખ્ય કારણો બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *