Cli

સુરત SBI લૂંટવા આવેલા લૂંટારુઓ એક બીજાના નામ સુદ્ધા જાણતા નહોતા

Uncategorized

સુરતના વરાછામાં SBI બેંકમાં 52 લાખ રૂપિયાની લૂટ થાય છે અને આખી ઘટના સુરત પોલીસ માટે આબરૂ સમાન હતી કારણ કે લુટારુઓનો કોઈ પત્તો લાગી રહ્યો નહતો. આખી તપાસની અંદર એક જોઈન્ટ પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર એક એસીપી અને સાત પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 100 પોલીસ કર્મચારીઓનો કાફલો રાત દિવસ એક કરી રહ્યો હતો ત્યારે એક મોટી સફળતા મળે છે અને ઉત્તર પ્રદેશથી બે આરોપીઓ ઝડપાયા છે જેને હવે સુરત લઈ આવવામાં આવ્યા છે. કેવી રીતના ઘડાયો હતો આ પ્લાન એ બહુ અગત્યનો છે કારણ કે સુરત લૂટનો પ્લાન બિહારની એક જેલમાંથી ઘડવામાં આવ્યો હતો. કોણ છે માસ્ટરમાઈન્ડ અને કેવી રીતના પ્લાન ઘડાયો એ જાણવો જરૂરી છે

કારણ કે હિન્દી ફિલ્મના પ્લોટને ટક્કર મારે તેવો આ પ્લાન છે વૈષ્ણવજન તો [સંગીત] તેને કહીએ જે પીડ [ગાયન] પરાઈ [સંગીત] જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સુરતના વરાછામાં માં થયેલી 52 લાખની લૂટની વરાછામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બપોરના સમયે સાત લુટારુઓ હથિયાર બંધ આવે છે જેમાંથી બે લુટારુઓ બેંકની બહાર વોચ ગોઠવી રહ્યા હતા અને પાંચ લુટારુઓ બેંકમાં દાખલ થાય છે બેંક કર્મચારીઓને હથિયાર બતાડે છે અને 52 લાખ રૂપિયા લૂટી પલકવારમાં જાણે હવામાં ઓગળી ગયા હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે. આ મામલાની તપાસ વરાછા પોલીસ કરી રહી હતી પરંતુ મામલો ગંભીર હતો એટલે સુરત ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલા અને ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવેશ રોજીયા સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચે છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આ સમગ્ર બાબતનું સુપરવિઝન કરી રહ્યા હતા

કારણ કે 52 લાખ રૂપિયાની લૂટ હતી અને લૂટ ત્યારે થઈ કે જ્યારે પોલીસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્યસ્ત હતી. આખી ઘટનાનો ભેદ ઉકેલવા માટે પહેલા તો સીસીટીવી કેમેરા ચેક થયા પરંતુ પોલીસને કોઈ સફળતા મળી નહીં. પરંતુ ટેકનિકલ સર્વેલન્સ ટીમનો સ્ટાફ 1000 કરતાં વધુ કેમેરા ચેક કરે છે જેમાં લુટારુઓની ભાળ મળે છે અને લુટારુઓ સુરતથી કીમ તરફ જતા જોવા મળે છે. સુરત પોલીસને ત્યાંથી ત્રણ બિનવારસી બાઈક મળ્યા આ બાઈક ચેક કરવામાં આવ્યા તો તેના એન્જિન અને ચેસીસ નંબર સહિત નંબર પ્લેટ બદલી નાખવામાં આવી હતી આ તપાસ આગળ વધે છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચના સાત પોલીસ ઇન્સ્પેક્ટર અને 100 કરતાં વધુ જવાનો અલગ અલગ રાજ્યમાં તપાસ માટે પહોંચે છે. આ દરમિયાન જાણકારી મળે છે કે આરોપી ઉત્તર પ્રદેશમાં છે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ઝાલાની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચે છે અને ત્યાંથી લૂટ કરનાર શુભમ કુમાર અને તેને આશ્રય આપનાર વિકાસને ઝડપી લેવામાં આવે છે આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં ઉત્તર પ્રદેશના એસટીએફની ભૂમિકા પણ બહુ અગત્યની હતી અને તેમને સુરત લાવવામાં આવ્યા પકડાયેલા આરોપીઓની પૂછપરત ડીસીપી ભાવેશ રોજીયા સહિત કરણરાજ વાઘેલા અને અનુપમસિંહ ગહેલોત પણ કરે છે અને જ્યારે તેઓ આમની પૂછપરજ કરે છે ત્યારે જે રહસ્યો ખુલ્યા

તે હિન્દી પિક્ચરને ટક્કર મારે તેવા છે આ આખી ઘટનાનો એક માસ્ટરમાઈન્ડ છે જેનું નામ છે કુંદન ભગત આ બિહારનો બહુ મોટો ગુંડો અને ગેંગસ્ટર છે તેણે અનેક લૂટોને અંજામ આપ્યો છે તેણે દેહરાદૂનની અંદર 14 કરોડ રૂપિયાની લૂટ કરી હતી અને તે મામલામાં તે અત્યારે જેલમાં છે. હજી ઘણી કડીઓ મેળવવાની બાકી છે પણ કુંદન ભગત તે જે પ્લાન ઘડ્યો હતો તે કઈક જુદો હતો કુંદન ભગતે સુરતની વરાછા બેંક લૂટવાનો પ્લાન ઘડ્યો પોલીસ માટે આજે પણ એ પ્રશ્ન છે કે બિહારની જેલમાં રહેલા કુંદનને વરાછાની એસબીઆ બેંક અંગે કોણે માહિતી આપી બીજા આરોપી પકડાય ત્યારે આ રહસ્યો ખુલશે પરંતુ શુભમ કુમાર અને વિકાસની પૂછપરચમાં જે કઈ ઘટનાઓ સામે આવી છે તે ઘટના એવી છે કે મૂળ માસ્ટરમાઈન્ડ કુંદન કુમારે જેલમાંથી વરાછા એસબીઆ બેંક લૂટનો પ્લાન ઘડ્યો અને અલગ અલગ લોકોને એણે બે મહિના પહેલા સુરત મોકલ્યા હતા. આ બે મહિના પહેલા આવેલા સાત લોકો કોણ છે? એમના ટૂંકા જ નામ હતા અને સાચા હતા કે નહી તેની પણ ખબર નથી. આ સાતે આરોપીઓ સાતે લુટારુઓ એકબીજાને ઓળખતા નહોતા તેમની પાસે આધાર કાર્ડ હતા પરંતુ આધાર કાર્ડમાં માત્ર તેમનો ફોટો જ સાચો હતો બાકી બધું જ ખોટું હતું આધાર નંબર ખોટો હતો અને તેમના સરનામા ખોટા હતા

અને સાથે સુરતમાં એક મકાન ભાડે રાખીને રહ્યો છે પરંતુ મકાન માલિકને શંકા જાય છે કે આ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા છે મકાન માલિક તેમની પૂછપરજ કરે છે એટલે તરત મકાન મકાન માલિકને જવાબ આપવાને બદલે આ લુટારુઓ ભાડાનું મકાન ખાલી કરી બીજે ભાડે મકાન પસંદ કરે છે આમ તેમણે મકાન બદલી નાખ્યું આ પહેલા મકાન માલિકને જેણે શંકા ગઈ તેણે જો પોલીસને આ અંગે જાણ કરી હોત તો કદાચ આ લૂટ અટકી ગઈ હોત પણ તેવું થયું નહીં ત્યાર પછી છેલ્લા બે મહિનાથી આ સાતે આરોપીઓ વરાછા બેંક ઉપર નજર રાખી રહ્યા હતા કુંદન ભગતના સૂચનાની તેઓ રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમને સંદેશો મળે છે કે સુરત કોર્પોરેશનની ચૂંટણી છે અને પોલીસ અત્યારે વ્યસ્ત છે બરાબર સમય છે લૂટ કરો અને આ સાથે જેઓ એકબીજાને ઓળખતા નથી એકબીજાના નામની ખબર નથી જેમને સુરતમાં આવ્યા ત્યારે તેમના અડધા અડધા ફોટા મોકલવામાં આવ્યા હતા આમ કોઈ હિન્દી પિક્ચર જેવી આ ઘટના હતી અને પછી તેઓ સાથે મળી બેંક લૂટને અંજામ આપે છે એમનો પ્લાન ફૂલ પ્રૂફ હતો લૂટ કર્યા પછી તેઓ અલગ અલગ ભાગે છે અને કીમ પાસે અલગ અલગ રસ્તે બાઈક છોડે છે અને નક્કી હતું કે લૂટ કર્યા પછી જેને જે વાહન મળે તે વાહન લઈ તેમણે હિંમતનગર એકત્રિત થવાનું છે આ સાતે લુટારુઓ અલગ અલગ દિશામાં ભાગ્યા પણ આખરે હિંમતનગર ભેગા થાય છે

52 લાખ રૂપિયામાંથી દરેક આરોપીને એક એક લાખ રૂપિયા ખર્ચા પેટે આપવામાં આવે છે અને કહેવામાં આવે છે હવે ગાયબ થઈ જાવ બાકીના રકમ ની વહેંચણી કેવી રીતના કરવી એ કુંદન ભગત નક્કી કરશે અને બધા વિખરાઈ જાય છે જેમાંના ત્રણ આરોપીઓ ઉત્તર પ્રદેશ પહોંચે છે વિકાસ પાસે અને વિકાસને કહે છે અમે લૂટને અંજામ આપ્યો છે અમારા રહેવાની વ્યવસ્થાએ કરવાની છે આ સાત પૈકી ત્રણની વ્યવસ્થા વિકાસ કરે છે અને પછી જેમાંનો એક આરોપી જેનું નામ છે શુભમ કુમાર એ પકડાઈ ગયો છે વિકાસને આશ્રય આપવાના ગુનામાં પકડ્યો છે પણમુ મુખ્ય આરોપી કુંદન ભગત છે જે બિહારની જેલમાં છે જેને પણ હવે પોલીસ લાવશે. અમારા સૂત્રો એવું કહી રહ્યા છે કે

બહુ જલ્દી સુરત પોલીસને સફળતા મળશે બાકીના લુટારૂઓના ચહેરા બેનકાબ થશે અને આઠમો આરોપી એટલે કે માસ્ટરમાઈન્ડ કુંદન ભગતને પણ બિહારની જેલમાંથી સુરત લાવવામાં આવશે ત્યારે બીજા રહસ્યો ખુલશે હજી આ 52 લાખ માંથી પોલીસને માત્રએ લાખ રૂપિયા જ મળ્યા છે 51 લાખ રૂપિયા કોની પાસે છે તે શો દ્વારા બાકી છે પણ સુરત પોલીસનું કેવું એવું છે બહુ જલ્દી અમને સફળતા મળશે કારણ કે અમને ભરોસો છે અમારી મહેનત અમારા જવાન અને અમારા અધિકારીઓ ઉપર તો સુરત પોલીસને સલામ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અને અમારું બેલ આઈકોન દબાવી દેજો તેમાં કોઈ કંજુસાઈ કરતા નહી કારણ કે બેલ આઈકોન દબાવવામાં કોઈ ખર્ચ થતો નથી અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *