સામાન્ય રીતે ઓગસ્ટ એટલે કે શ્રાવણ મહિનાને વરસાદનો મહિનો કહેવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે શ્રાવણ પણ કોરો રહી ગયો હોય એવું જોવા મળી રહ્યું છે.આ વર્ષે વરસાદની શરૂઆત જુન મહિનાના અંતથી જ થઈ ગઈ હતી એ તો તમે જાણતા જ હશો.
આ વર્ષમાં જુન જુલાઈ મહિનામાં પડેલા વરસાદને જોતા તો આ ચોમાસુ મૂશળધાર રહેશે તેમજ પર આવવાની પણ લોકો દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.જુલાઈ મહિનામાં કેટલાક શહેરો જેવા કે અમદાવાદ, જૂનાગઢ વગેરેમાં મૂશળધાર રીતે પડેલા વરસાદે લોકોને તેમજ સરકારને પણ ચિંતામાં મૂકી દીધા હતા.
જો કે જુલાઈ મહિના બાદથી જ વરસાદનું જોટ ઘટવા લાગ્યું હતું.હાલમાં ગુજરાતમાં કોઈપણ શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો નથી.એવામાં ખેડૂતો માટે ખૂબ જ કપરો સમય છે.જો કે હાલમાં ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલે હાલમાં જ વરસાદ અંગે આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરના રોજ હળવો વરસાદ વરસી શકે છે.સાથે જ ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ આવવાની પણ સંભાવના તેમને વ્યક્ત કરી છે.હવે અંબાલાલની આ આગાહી કેટલી સાચી પડશે અને કયા કયા શહેરોમાં વરસાદી માહોલ જામશે તે તો સમય જ જણાવશે.