Cli
business idea

માત્ર 2500 રૂપિયાના રોકાણથી શરૂ કરો આ ધંધો, મહિને કમાણી થશે 50,000 કરતાં પણ વધારે…

Business

કામ કરવાની ઈચ્છા કોને ન હોય આજનો દરેક વ્યક્તિ કામ કરી વધુને વધુ પૈસા કમાવવાની ઇચ્છા રાખતો હોય છે પરંતુ કોઈને નોકરી નથી મળતી, તો કોઈને કયો બિઝનેસ કરવો તે સમજ નથી પડતી, વળી બિઝનેસમાં રોકાણ કરવા પુરતા પૈસા પણ નથી હોતા.

જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો અમે તમારી માટે એક એવું કામ લઈને આવ્યા છીએ જે તમે ઘરે બેઠા કરી શકશો અને તે પણ માત્ર ૨૫૦૦ રૂપિયાના રોકાણ સાથે. તમે ટોયલેટ ક્લીનર,ગ્લાસ ક્લીનર જેવી વસ્તુનો ઉપયોગ તો કર્યો જ હશે.

તમારે આ જ વસ્તુઓ બનાવી વેચાણ કરવાનું છે. ખાસ વાત એ છે કે તમારે જે પણ વસ્તુનું વેચાણ કરવું હોય તેનું રો મટીરીયલ કંપની તરફથી તમને ઘરે બેઠા આપવામાં આવશે. વાત કરીએ આ કંપની વિશે તો પ્રીતિ ગૃહઉદ્યોગ નામની આ કંપની અમદાવાદ નજીકના ગામમાં આવેલી છે.

જે ટોયલેટ ક્લીનર,ફ્લોર ક્લીનર, ગ્લાસ ક્લીનર,જેવી વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરે છે. જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓનું વેચાણ કરી પોતાની કમાણી ઊભી કરવા માંગતો હોય તો તે આ તમામ પ્રોડક્ટમાંથી ઈચ્છા અનુસારની પ્રોડક્ટનું નામ,પોતાનું એડ્રેસ અને ૫૦૦ રૂપિયા એડવાન્સ કંપનીમાં પહોંચાડી તે પ્રોડક્ટ મંગાવી શકે છે.

જે બાદ કુરિયર મળ્યા બાદ જ વ્યક્તિએ ૨૦૦૦ રૂપિયા ચૂકવવાના હોય છે. જો તમે તમામ ક્લીનર એટલે કે ટોયલેટ ક્લીનર,ફ્લોર ક્લીનર, ગ્લાસ ક્લીનરનું રો મટીરીયલ એકસાથે મંગાવવા ઇચ્છો છો તો તેની માટે પણ ૫૦૦ એડવાન્સ માં આપવા પડશે.

જણાવી દઈએ કે ૫૦૦ લીટર ના રો મટીરીયલ માંથી લગભગ ૩૨જેટલી બોટલ ભરી શકાય તેવું લિકવીડ તૈયાર થતું હોય છે.
કંપની તરફથી આપવામાં આવેલ રો મટીરીયલ ને પેકેટ પર આપેલ માપ અનુસાર પાણીમાં નાખ્યા બાદ ૧૨કલાક મૂકી રાખ્યા પછી ઘટ્ટ લિકવીડ તૈયાર થતું હોય છે જેને બોટલમાં ભરી વેચાણ કરી તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *