Cli
Strawberries farming

રાજકોટનો આ ખેડૂત ડ્રેગનફ્રૂટ વચ્ચે ઓર્ગેનિક રીતે સ્ટ્રોબેરી વાવીને કમાય છે લાખો રૂપિયા, જાણો કેવી છે પ્રોસેસ…

Agriculture

તમે સાપુતારા અને મહાબળેશ્વરની સ્ટ્રોબેરી વિશે તો ઘણું સાંભળ્યું હશે, ખાધી પણ હશે પણ શું ક્યારેય રાજકોટની સ્ટ્રોબેરી વિશે સાંભળ્યું છે?તમે કહેશો કે સ્ટ્રોબેરી રાજકોટમાં કેવી રીતે થઈ શકે?

પરંતુ આપણે જાણીએ છીએ કે આજના ટેકનોલોજીના યુગમાં તમામ વાત શક્ય છે. એવી જ રીતે રાજકોટમાં સ્ટ્રોબેરી વાવવી પણ શક્ય છે. રાજકોટમાં કાનાભાઈ અને અશોકભાઈ નામના વ્યક્તિએ  સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરી.

કુલ ૩ એકર જમીનમાં બંને ભાઈઓએ કુલ ૨૫ હજાર સ્ટ્રોબેરી ના છોડ વાવ્યા છે. જેમાં તેમના અંદાજ અનુસાર એક છોડથી તેઓ ૫૦૦થી ૭૦૦ગ્રામ સ્ટ્રોબેરી નું ઉત્પાદન મેળવી શકે છે. કાનાભાઈનું કહેવું છે તેઓ લોકોને કેમિકલ વિનાની ઓર્ગેનિક વસ્તુ આપવા ઈચ્છતા હતા.

તેથી તેમને સ્ટ્રોબેરી વાવવાનો વિચાર કર્યો. જણાવી દઈએ કે બંને ભાઈ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે.ડ્રેગન ફ્રૂટની વચ્ચે જ તેમને સ્ટ્રોબેરીના છોડ વાવ્યા છે.તેમનું કહેવું છે કે જો ઠંડી નું તાપમાન જળવાય અને માવઠા ન થાય તો સ્ટ્રોબેરી જરૂર વધુ ઉત્પાદન મેળવી શકાય છે.હાલમાં બજારમાં ૩૦૦થી ૫૦૦રૂપિયા સ્ટ્રોબેરીની કિંમત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *