હાલમાં સંસદમાં થયેલા હુમલા અંગે તો તમે જાણતા જ હશો.ગત ૧૩ ડિસેમ્બરના રોજ સાંસદ ભવનમાં કાર્યવાહી ચાલી રહી હતી.સાંસદ સ્વગેન મુર્મુ લોકસભામાં પોતાની વાત રજૂ કરી રહ્યાં હતાં તે જ સમયે અચાનક બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને અંદર આવી ગયા હતા ખબર અનુસાર એક વ્યક્તિના બૂટમાં કોઈ સ્પ્રે હતો જેના કારણે ગૃહમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સાંસદ ભવનમાં અફરાતફરી મચી ગઈ હતી લોકો ડરી ગયા હતા.
જેને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી જોકે આ મામલે તરત જ કાર્યવાહી કરવામાં આવતા હાલ સુધીમાં લગભગ તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી ગઈ છે તમામ આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે.આ પૂછપરછ દરમિયાન ઘણી ચોકાવનારી માહિતીઓ પણ આ મામલે સામે આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સાંસદ હુમલાના આરોપી સાગર શર્માએ પૂછપરછ દરમિયાન તેમના પ્લાન બી અંગે જાણકારી આપી હતી. આરોપીએ જણાવ્યું હતું કે, તેમનો પહેલો પ્લાન સાંસદમાં હુમલો કરવાનો નહીં પરંતુ સાંસદ બહાર પોતાને સળગાવવાનો હતો. આરોપીએ જણાવ્યું કે તેમને પહેલા એક જ્વલનશીલ પદાર્થની ખરીદી કરવાનું વિચાર્યું હતું જેથી તેઓ સાંસદ બહાર પોતાના આગ લગાવી શકે આરોપીના જણાવ્યા અનુસાર આ પદાર્થની ખરીદી કરવા માટે તેમણે પૈસા પણ ભેગા કરી લીધા હતા જો કે તેઓ પૈસાની ચુકવણી કરી શક્યા ન હતા જેને કારણે તેમને આ પ્લાન છોડી સાંસદમાં પ્રવેશી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીએ જણાવ્યું કે તમને મુખ્ય ઉદ્દેશ્ય કોઈને ઈજા પહોંચાડવાનો નહીં પરંતુ મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનું હતું આરોપીઓ ઈચ્છતા હતા કે મીડિયનું ધ્યાન તેમની તરફ જાય વધુમાં આ અંગે જાણકારી આપતા આરોપીએ જણાવ્યું કે તેઓ પોતાની એક રાજકીય પાર્ટી બનાવવા માંગતા હતા જોકે તેઓ કોઇ પણ રાજકીય પાર્ટી સાથે સંગઠન કરવા ઇચ્છતા ન હતાં કારણ કે તેમના વિચારો કોઈપણ સાથે મળતા આવતા ન હતા જણાવી દઇએ કે આ ઘટનાના બે માસ્ટર માઈન્ડ મહેશ કુમાવત અને લલિત ઝા હતા. આરોપી લલિતે સ્મોક હુમલા નો પ્લાન બનાવ્યો હતો તો મહેશે આ ઘટનાના આરોપીઓના મોબાઈલ નષ્ટ કરી પુરાવા નષ્ટ કરવાનુ કામ કર્યું હતું.