તમે હાલમાં કલર્સ ચેનલ પર પ્રસારિત થતા શો બિગ બોસ વિશે તો જાણતા જ હશો આ એક રિયાલિટી શો છે જેને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવે છે આ શોમાં પ્રતિયોગીઓને અમુક સમય સુધી એક ઘરમાં બધાની સાથે રહેવાનું હોય છે જેમાં આ સીઝનમા જંગલ થીમ રાખવામાં આવી છે.
આ શોમાં ટીવીના જાણીતા કલાકારો ભાગ લેતા હોય છે અને લાઇમ લાઇટમાં આવી જતા હોય છે આ સીઝનમાં પણ અકાશા સિહ કરણ કુંદ્રા જેવા જાણીતા ચહેરા તમને જોવા મળવાના છે ત્યારે આજે અમે તમને આ બધા જ પ્રતીયોગીઓની એક એપિસોડની કમાણી વિશે વાત કરીશું.
પહેલા વાત કરીએ જાણતી ગાયિકા અકાશા સિહની કમાણીની તો અકાશા એક ગીત માટે ૨-3 લાખ રૂપિયા લે છે જ્યારે બિગબોસ માટે તેઓ ૩-૪ લાખ રૂપિયા લેશે આ શોના બીજા કલાકારની વાત કરીએ તો કરણ કુંદ્રા એક એપિસોડના ૫૦હાજર રૂપિયા લેતા હોવાનું જાણવા મળ્યું છે.
સાથે જ વાત કરીએ ખતરો કે ખિલાડી શોમાં જોવા મળેલી ખેલાડી તેજસ્વી પ્રકાશની જે ટીવીની એક જાણીતી અભિનેત્રી છે અને બિગબોસની નવી સીઝનમાં જોવા મળવાની છે તેજસ્વી બિગ બોસમાં એક એપિસોડના ૧ લાખ રૂપિયા લેછે.
ત્યારબાદ વાત કરીએ યુવાનોમાં લોકપ્રિય બનેલા ગીત તિતલિયાની ગાયિકા અફસાના ખાનની જે એક પંજાબી ગાયિકા છે અને બિગબોસ નવી સીઝનમાં જોવા મળવાની છે અફસાના એક ગીત માટે ૫ લાખ રૂપિયા લે છે જ્યારે બિગબોસમાં એક એપિસોડના તે ૩ લાખ રૂપિયા લેછે.
વાત કરીએ ડોનલ બિસ્ટ વિશે તો બિગ બોસની નવી સીઝનમાં જોવા મળનારી ડોનલ એક જર્નલિસ્ટ હતી અને સિરિયલ એક દિવાના થા દ્વારા તેને અભિનયની શરૂઆત કરી છે તે એક એપિસોડના ૫૦ હજાર રૂપિયા લેછે આ સિવાય સિંબા નાગપાલ બિગબોસના એક એપિસોડના ૩૦ હજાર રૂપિયા લેછે.