ધાનેરા, ભુવાઓ એ 35 લાખ અને ચાંદી ની પાટો વિધીના નામે પડાવી હોબાળો થતાં માફી માંગતા પાછું આપ્યું અને કહ્યું...

ધાનેરા, ભુવાઓ એ 35 લાખ અને ચાંદી ની પાટો વિધીના નામે પડાવી હોબાળો થતાં માફી માંગતા પાછું આપ્યું અને કહ્યું…

Ajab-Gajab Breaking

આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા અને ધર્મના નામે ધતિંગ કરતા લોકોની વાતોમાં આવીને વિધિના નામે લાખો રૂપિયા આપી દે છે અને ધર્મના નામે પૈસા ખંખેરતા લોકો દિનપ્રતિદિન વધતા જાય છે પરંતુ તાજેતરમાં જ આવી ઘટના નો પર્દાફાશ થયો છે ધાનેરા તાલુકાના ગોલા ગામે ધાનેરા અને થરાદ તાલુકાના 5 ભુવાઓ એ.

મળીને બે ભાઈઓ પાસે થી 35 લાખ અને ચાંદી ની પાટો પડાવી હતી પિડીત પરીવારના મામા મફાભાઈ પટેલને આ વાતની માહીતી મળતા તેઓ અર્બુદા સેના જીવાણા મઠ ના સંત રતનગીરીજી મહારાજ સાથે સમાજના મોભી આગેવાનો ની સાથે પિડીત પરીવારના ઘેર પહોંચ્યા હતા અને એક.

રાજકીય આગેવાન ને સાથે રાખી સમાધાન સાથે ન્યાયની અપીલ કરતા એ ભુવાઓ ને ભેગા કરીને માફી સાથે 35 લાખ અને ચાંદી ની પાટો પાછી અપાવી હતી શંકર ભુવા એ માફી માંગતો વિડીઓ પર જાહેર કર્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે અઢારે આલમની હું માફી માગું છું કે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો.

પોલીસમાં આ કેશ નોંધાયો હતો બાદમાં પૈસા પરત કરિને માફી માંગી લેતા અરજી પોલીસમાંથી પરત લેવામાં આવી છે અર્બુદા સેના અને સમાજના મોભી આગેવાનોએ જણાવ્યું હતું કે આવા કોઈ પણ ભુવા જે લોકોને લૂંટવાનું કામ કરે છે અને આ ભુવાઓ એ જે જે લોકો પાસે થી પૈસા પડાવ્યા.

હોય એ અમને જાણ કરજો સાથે સમાજમાં આવા દુષણો ને ડામંવા પણ આહવાન કરીને લોકોને આવા પાખંડી ધુતારાઓ થી દુર રહેવા પણ આહવાન કર્યું હતું આ પરીવારને આ ભુવાઓ એ 82 વર્ષ પહેલાં કોઈએ માતા મુકી છે અને ચેહરમાતા તમારા દુઃખ નું નિવારણ કરશે એમ જણાવીને 35 લાખ.

રોકડા સાથે ચાંદી ની કિમંતી પાટો વિધીના નામે લીધી હતી જે માફી માગીને 5 ભુવાઓ એ પરત કરી સાથે જેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા એ બધાને પાછા આપવાનું પણ જણાવ્યું છે પોલીસ અરજી પાછી લેતા સમાધાન કરી દેવામાં આવ્યું છે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *