બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ 6 નવેમ્બરના રોજ માં બની હતી આલિયા ભટ્ટ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે જેનું નામ આલિયા ભટ્ટે રાહ રાખ્યું છે ફરી પોતાનું ફિટનેસ પાછું લાવવા માટે આલિયા ભટ્ટે વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે તાજેતરમાં આલિયા ભટ્ટ પોતાના ઘેરથી જીમ વર્કઆઉટ જતા સમયે જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ નો વિડીયો સામે આવ્યો છે જેમાં આલિયા ભટ્ટ મેચિંગ બ્લેક અને વાઈટ ટોપ માં સુદંર અંદાજમા જોવા મળી રહી છે મેકઅપ વિના પણ આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તેનો ચહેરો એકદમ ગ્લો દેખાઈ રહ્યો છે પીપરાજી સામે આલિયા ભટ્ટ મદમસ્ત સ્માઈલ સાથે પોઝ આપતી પણ જોવા મળે છે.
તો પોતાના ફેન્સ અને ચાહકોને હાથ હલાવીને અભિવાદન કરતી પણ આલિયા ભટ્ટ આ વીડિયોમાં દેખાય છે સોશિયલ મીડિયા પર અભિનેત્રી આલીયા ભટ્ટ નો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે આ વિડીઓ પર એક યુઝરે લખ્યું છે કે શું સાચે જ આલિયા ભટ્ટ છે.
મને એવું લાગે છે કે આ જુનો વિડીયો છે પરંતુ આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લુક સાથે ફરી આવી પહોંચી છે હું તેમના પ્રેગનેન્સી લુક ને ખૂબ જ મિસ કરી રહી છું તો બીજા યુજેરે લખ્યું કે ખૂબ જ સખત મહેનત કરે છે આલિયા ભટ્ટ તો એક યુઝરે જણાવ્યું કે ઘણા લાંબા સમય બાદ જોઈને દિલ ખુશ થઈ ગયું જો કે ઘણા.
યુઝરોને પોતાની દીકરી રાહ ને છોડીને જતી આલિયા ભટ્ટ પસંદ પણ ના આવી અને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા કે આટલા ટૂંકા સમયમાં આલિયા ભટ્ટ પોતાના ફિલ્મી કેરિયર માટે એક મહિનાની માસુમ દીકરીને છોડીને જીમ વર્કઆઉટ કરવા માટે જઈ રહી છે તેમ જણાવી અને ટીકા કરતા પણ જોવા મળ્યા હતા.