બોલીવુડ અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાનના બીજા લગ્ન લઈને ઘણા સમાચાર સામે આવતા હતા મલાઈકા અરોરા થી છુટાછેડા લીધા બાદ તેઓ ઈટાલીયન મોડેલ જોર્જીયા એટ્રીયન સાથે ડેટ કરી રહ્યા હતા તેઓ છેલ્લા પાંચ વર્ષથી લવ ઇન રિલેશનશિપમાં હતા સાલ 2017 થી.
અરબાઝ ખાન જોર્જીયા સાથે પ્રેમ સંબંધો માં હતા તેની ઘણી તસવીરો સામે આવતી હતી આ વચ્ચે ખુદ જ્યોર્જીયા એ ખુલાસો કર્યો છે કે તે અરબાઝ ખાનને બોયફ્રેન્ડ નથી માનતી તે માત્ર એક મિત્રની નજરે જ હવે જોવે છે જોર્જીયાએ એ પણ જણાવ્યું હતું કે તેની અરબાઝ ખાન સાથે ના લગ્ન કરવાની કોઈ મરજી નથી હવે બધું બદલાઈ ગયું છે.
છેલ્લા વર્ષોમા તેને ઘણો અરબાઝ ખાન માં બદલાવ જોવા મળ્યો છે આ ખબર સામે આવતા જ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા સનસનાટી ફેલાઇ ગઇ હતી તેને મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે બંને એક સારા મિત્રો છીએ પરંતુ લગ્નની વાત તરફ અમે ક્યારે ધ્યાન આપ્યું નથી અને તે શક્ય પણ નથી.
આ વાત પર અરબાઝ ખાને મૌન સાચ્યું હતું તેને આ વાત પર કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનના ઘેર ઇવેન્ટ દરમિયાન પણ જ્યોર્જીયા ને ઇન્વાઇટ કરવામાં આવતી નથી એ વાતની ખાતરી પુરે છે કે જોર્જીયા અને અરબાઝ ખાન હવે એક બીજાની સાથે નથી.