2017 માં બનાસનદી ગાંડીતુર બની હતી એ સમયે કેટલાય લોકો નદીના પુરમાં તણાયા હતા તેના પાંચ વર્ષ બાદ દાંતીવાડા ડેમ ભરાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા ગયા દિવસોમાં દાંતીવાડા ડેમમા પાણીની અવાક સારી આવતા પાણી બનાસમાં છોડવામાં આવ્યું હતું તેને લઈને ખેડૂતો અને બનાસકાંઠા વાસીઓમાં ખુશી આવી ગઈ છે.
પરંતુ તેન વચ્ચે આ નદીએ અત્યાર સુધી લગભગ 8 થી વધુ લોકોનો ભોગ લીધો છે પરંતુ હાલમાં મળતી માહિતી મુજબ બનાસકાંઠના જિલ્લાના કાંકરેજ તાલુકાના જમણાપાદર ગામમાં થઈની પસાર થતી નદીએ એક આશરે 13 વર્ષના યુવકનો ભોગ લીધો છે જમણાપાદર ગામના કરશનજી ઠાકોરનો પુત્ર આકાશ ગઈકાલે 27 તારીખે સ્કૂલે ગયો હતો.
તેના બાદ ઘરે આવી નદી જોવા ગયો હતો તેના બાદ તે મોડા સુધી ઘરે પાછો ન ફરતા તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ પુત્રની ભાળ ન મળતા પરિવાર ચિંતામાં આવી ગયો હતો એટલે એમણે સોસીયલ મીડિયા દ્વારા મળે તો જાણ કરવી તેવી પોસ્ટ ફરતી કરી એમ છતાં પુત્ર મળ્યો ન હતો પરંતુ આજે સવારે પુત્રને ગામમાંથી પસાર થતી બનાસ નદીમાં.
તપાસ કરતા ત્યાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો આકાશને મૃત હાલતમાં જોતા પરિવર તૂટી પડ્યો હતો આ વાત ગામમાં પ્રસરતા ગામમાં પણ શોકની લાગણી છવાઈ છે અત્યારે આકાશજી કરશનજી ઠાકોરના મૃતદેહને શિહોરી ખાતે પોસ્ટમર્ટન કરવા માટે મોકલી દેવામાં આવ્યો છે તેના વિષે વધુ જાણકારી પોસ્ટમર્ટન બાદ જાણવા મળશે.