અનેક દલીલો બાદ કોર્ટ દ્વારા આર્યનના કેસમાં ૨૦ ઓક્ટોબરે નિર્ણય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં એવી ખબર સામે આવી રહી છે કે શાહરૂખ પોતાના દીકરાના જામીન માટે બીજા જાણીતા વકીલોને ઘરે બોલાવીનેપણ મળી રહ્યા છે જેમાં કેટલાક વકીલ એવા પણ છે જેઓ હાય પ્રોફાઈલ કેસ પણ લડી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે આર્યનને જેલમાં મોકલવાના નિર્ણય બાદ તરત જ શાહરૂખે પોતાના દીકરાને જામીન અપાવવા વકીલ સતિષ માનશિંદેકે જેઓ સલમાન ખાનના પણ વકીલ રહી ચૂક્યા છે તેમને કેસ સોંપ્યો હતો અને બધાને આશા હતી કે શાહરૂખની ઓળખાણ એની પ્રસિદ્ધિને કારણે આર્યન બે ત્રણ દિવસમાં જેલમાંથી બહાર આવી જશે.
પરતું એવું કશું જ બન્યું નહી કદાચ શાહરૂખની પ્રસિદ્ધિ જ તેના દીકરાને નડી ગઇ આર્યનની જામીન અરજી બે વાર નામંજૂર કરવામાં આવી જેમાં પહેલું કારણ એ આપવામાં આવ્યું કે હજી પૂછપરછ કરવાની બાકી છે તપાસ કરવાની બાકી છે જ્યારે બીજી વાર વકીલ સતિષ માનશિંદેએ અરજી કરવામાં ભૂલ કરતા જામીન નામંજૂર કરવામાં આવ્યા.
સતિષ માનશિંદેએ સેશન્સ કોર્ટની અરજી મેજિસ્ટ્રટ કોર્ટમાં કરી હતી જે બાદ શાહરૂખે પોતાના દીકરા માટે જમીન કરાવવાના પ્રખ્યાત વકીલ અમિત દેસાઈ ને કેસ સોંપ્યો હતો જો કે આમ કરવા છતાં આજે એક સપ્તાહ બાદ પણ આર્યનને જામીન મળ્યા નથી.તેને કેદી નંબર પણ આપવામાં આવી ગયો છે.