Cli
apnavo aa 4 saral upayo

તમારા વાળને લાંબા અને સિલ્કી બનાવવા માટે અપનાવો માત્ર આ ૪ સરળ ઉપાયો…

Life Style

શું તમે પણ વાળના ગ્રોથને વધારવા માટે અલગ અલગ ઘરેલુ નુખસા કરીને કંટાળી ગયા છો? શું તમારા વાળ પણ લાંબા અને કાળા થવાને બદલે સફેદ થઈ રહ્યા છે? તો આજનો આ લેખ છે તમારે માટે.

સામાન્ય રીતે આપણે વાળ લાંબા કરવા માટે યુંટ્યુબ અને ગૂગલ પર બતાવવામાં આવતા અલગ અલગ નુસખા આજમાવતા હોય છે જેને કારણે વાળ વધવાને બદલે રુક્ષ અને સફેદ થઈ જતા હોય છે પરંતુ આજના આ લેખમાં અમે તમેને કેટલીક એવી ટિપ્સ આપીશું જેનાથી તમે વધારાની કોઈપણ વસ્તુઓનો ઉપયોગ કર્યા વિના તમારા વાળની માવજત કરી શકો છો.

ટિપ્સ ૧: એક વાટકીમાં તમારા વાળની લંબાઈ પ્રમાણેનું કોપરેલ લઈ લો. તે વાટકી પાણી ભરેલી કઢાઈમાં મૂકી તેલ થોડું ગરમ થાય ત્યાં સુધી તેમાં રાખો.જ્યાર બાદ વાટકી નીકાળી લઈ મસાજ કરો મસાજ કરવા માટે સૌપ્રથમ માથું નીચું કરી બધા વાળને આગળની તરફ લાવો. જે બાદ માથાના પાછળના ભાગે પાંથી (સ્કેલપ)માં હળવે હાથે મસાજની શરૂઆત કરો . મસાજ કર્યા બાદ તેલને એક રાત માથામાં રહેવા દો

ટિપ્સ ૨: વાળમાં દરરોજ શેમ્પૂ ન કરો. કેમિકલયુક્ત શેમ્પૂ વાળના નેચરલ તત્વો ને નુકસાન કરે છે અને વાળને રુક્ષ બનાવી દે છે અને હા યાદ રાખો. અઠવાડિયામાં ૨-૩ વાર શેમ્પૂ કરો તે સમયે કન્ડીશનર જરૂર લગાવો. કન્ડીશનર કરતી વખતે ધ્યાન રાખો કે તે માત્ર વાળમાં લગાવવું જોઈએ સ્કેલપમાં નહિ.

ટિપ્સ ૩ : વાળની સારી માવજત માટે રાત્રે સૂતા સમયે સેટિન કવર વાળાં ઓશિકા નો ઉપયોગ કરો.કારણ કે, કોટન કવર વાળને નુકસાન પહોચાડે છે.

ટિપ્સ ૪: અઠવાડિયામાં એકવાર વાળમાં વિટામિન ઈ કેપ્સ્યુલ લગાવો. વિટામિન ઈ એ વાળને પોષણ પૂરું પાડે છે જેથી વિટામિન ઈ કેપ્સ્યુલ લઈ તેને તોડી તેના તેલને વાળમાં લગાવવું અને બીજા દિવસે સવારે શેમ્પૂથી વાળને ધોઈ નાખવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *